પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા 30 જૂનથી નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરાશે

વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગથી સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડની કામગીરી કરાશે

MailVadodara.com - Western-Railway-Vadodara-Division-to-carry-out-non-interlocking-operations-from-June-30

- પ્લેટફોર્મ 4 અને 5 લાંબા કરી 22 કોચ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે, જૂની પેનલ સિસ્ટમ બદલીને વીડિયો ડિસ્પ્લે આધારિત આધુનિક ટેકનોલોજી લાગુ થશે

પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા અને મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી હાથ ધરાઈ છે.

ડીઆરએમ રાજુ ભડકેએ કહ્યું કે આગામી ૩૦ જૂને નોન-ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે. ત્યારબાદ વડોદરા રેલવે સ્ટેશનની સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરાશે, પ્લેટફોર્મ નંબર-૪ અને ૫ની લંબાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે, જેથી આ બંને પ્લેટફોર્મથી ૨૨ કોચ ધરાવતી લાંબી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન સંચાલનને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે જૂની પેનલ સિસ્ટમના સ્થાને આધુનિક વિડીયુ (વિઝ્યુલ ડિસ્પ્લે યુનિટ) આધારિત સિસ્ટમ અમલમાં મૂકાઈ છે. ટ્રેનના ટ્રેક ચેન્જ અને રૂટ સેટિંગ માટે આ સિસ્ટમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી જૂની પેનલ સિસ્ટમમાં કામગીરી થોડી જટિલ હતી, જ્યારે નવી ટેકનોલોજીથી હવે સિંગલ હેન્ડ ઓપરેશન શક્ય બનશે. વિડીયુ સિસ્ટમના કારણે સિગ્નલ રૂટ ફેલ્યોરના બનાવોમાં ઘટાડો થશે તેમજ ટ્રેનોના સંચાલનમાં સમયની બચત સાથે વધુ કાર્યક્ષમતા આવશે તેવું રેલવે અધિકારીએ કહ્યું છે.

Share :

Leave a Comments