સયાજીબાગ ખાતે પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ શરૂ કરાયો

પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવાખાસ પ્રકારની ઘાસ પણ રાખવામાં આવી

MailVadodara.com - Water-spraying-has-been-started-to-protect-birds-from-the-heat-in-the-aviary-at-Sayajibagh

- આગામી દિવસોમાં વધનારી ગરમીને ધ્યાનમાં લઇ પ્રતિવર્ષ મુજબ બરફની વ્યવસ્થા કરાશે

- આ ઉપરાંત પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા કરવાની વિચારણા


વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીનો રસ, છાસ સહિત ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે. વાતાનુકૂલિત સાધનો પણ ચોવીસ કલાક ચાલુ થઇ ગયા છે સાથે સ્થિતિમાં પક્ષીઓ પણ આકુળવ્યાકુળ થઇ ગયા છે.


વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ખાતે પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ પ્રકારની ઘાસ પણ પક્ષીઓના ઘરોમાં રાખવામાં આવી છે. જેના કારણે દિવસ દરમિયાન પાણીનો છંટકાવ કરવાથી પક્ષી ઘરમાં ઠંડક રહે અને પક્ષીઓ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે.

ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, ગરમીની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ, હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. હાલમાં પક્ષીઓ ઉપર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધનારી ગરમીને ધ્યાનમાં લઇ પ્રતિવર્ષ મુજબ બરફની વ્યવસ્થા કરવામાં આવશે. અલબત્ત આ વખતે ગરમીનો પ્રકોપ જોઇ પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થાનું વિચારાઈ રહ્યું છે.


Share :

Leave a Comments