વાડી પોલીસે રૂા.2.64 લાખ કિંમતની ચાઈનીઝ દોરીની 480 રીલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

વાડી પોલીસે વોચ ગોઠવી આરોપી નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાલાને ઝડપી લીધો

MailVadodara.com - Wadi-Police-nabs-accused-with-480-reels-of-Chinese-thread-worth-Rs-2-64-lakh

- ચાઈનીઝ દોરીનો જથ્થો ગુજરાત ટ્રાન્સપોર્ટમાં મંગાવાયો હતો


વડોદરામાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો પકડાયો હતો. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


 આ ગુનામાં પોલીસની તપાસ દરમિયાન આરોપી નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાળા (રહે-અહેમદ પાર્ક, રામ પાર્ક પાસે આજવા રોડ)નું નામ ખુલ્યું હતું. આ દરમિયાન પીસીબી પોલીસની માહિતી મળી હતી કે, નદીમ ગોલાવાલાના માલિક તનવીર અજીજ કાગદીએ ટ્રાન્સપોર્ટમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મંગાવ્યો છે. જે વૃંદાવન ટાઉનશીપ સામે સંગમ ચાર રસ્તા પાસે ગુજરાત ટ્રાન્સપોર્ટમાં આવ્યો છે. માલિકના કહેવાથી નદીમ ચાઈનીઝ દોરીનો જથ્થો લેવા જવાનો છે. જેથી પોલીસે ઉપરોક્ત વોચ ગોઠવીને આરોપી નદીમ અબ્દુલ રહેમાન ગોલાવાલાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે તપાસ કરતાં રૂપિયા 2.64 લાખ કિંમતની ચાઈનીઝ દોરાની 480 રીલ મળી આવી હતી.

Share :

Leave a Comments