- રોડ સેફ્ટી અંતર્ગત 1417 વાહન સામે કાર્યવાહી કરી રૂપિયા 23.33 લાખનો દંડ અને વાહનોની ફિટનેસ નથી તેવા 468 વાહનો સામે 31.50 લાખનો દંડ ફટકારી કાર્યવાહી કરાઇ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા દ્વારા ફાઇનાન્શિયલ વર્ષ 2024-2025 દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા રોડ પર દોડતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં ઓવરલોડ વાહન, ઓડિસી, પરમિટ ભંગ, ઓવરસ્પીડ, રોડ સેફ્ટી સહિત ફિટનેસ અંતર્ગત 4.68 કરોડનો દંડ ફટકારી માતબર રકમની આવક મેળવવામાં આવી છે.
વડોદરા આરટીઓ વિભાગ દ્વારા નેશનલ હાઇવે આસપાસ અને જિલ્લાના ટોલ પ્લાઝા સહિતના વિસ્તારોમાં વાહનોનું સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા આરટીઓ ઇન્સ્પેક્ટરો અધિકારીઓ દ્વારા ભારદારી વાહનો સહિત નિયમ ભંગ બદલ મોટર વિહિકલ એક્ટ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા આરટીઓ વિભાગે એક વર્ષમાં રૂપિયા 4 કરોડ 62 લાખની માતબર રકમની આવક મેળવી છે.
મોટર વિહિકલ એક્ટ હેઠળની વિવિધ વાહનો સામે વિવિધ કલમો જેવી કે ઓવર લોડ વાહન માટે 194, ઓવર ડાયમેન્શન વાહન માટે 194 (1)(a), પરમિટ ભંગ 192 (a), ઓવર સ્પીડ (ગન સ્પીડ) 183, રોડ સેફ્ટી 190, ફિટનેસ 192 કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં વિવિધ વાહનો સામે કાર્યવાહી કરી છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા આરટીઓ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન 1367 ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરી તેઓ પાસેથી રૂપિયા 1.69 કરોડનો દંડ ફટકાર્યો છે. ઓવર ડાયમેન્શન 793 વાહનો સામે કાર્યવાહી કરી રૂપિયા 43.81 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે સ્પીડ ગન દ્વારા ઓવરસ્પીડ 7647 વાહનોને રૂપિયા 1.69 કરોડનો દંડ ફટકાર્યો છે. રોડ સેફ્ટી અંતર્ગત 1417 વાહન સામે કાર્યવાહી કરી રૂપિયા 23.33 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે જે વાહનોની ફિટનેસ નથી તેવા 468 વાહનો સામે 31.50 લાખનો દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે. આમ કુલ રૂપિયા 4.62 કરોડની આવક મેળવી આરટીઓ વિભાગ દ્વારા માતબર રકમની આવક મેળવી છે.