વડોદરા દબાણ શાખાની ટીમ સાથે પોલીસ તથા વહિવટી વોર્ડ નં.13 અને 14મા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન -3 તથા પોલીસ સ્ટાફ સાથે જ વહિવટી વોર્ડ નં.13 અને 14ના અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા લહેરીપુરા ચાર દરવાજા, મંગળબજાર થી લઇને માંડવી ચાર દરવાજા ગેડીગેટ દરવાજા વિસ્તાર તથા હથીખાના રોડથી દૂધવાળા મહોલ્લા અને ત્યાંથી માડીને લહેરીપુરા વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો, દૂકાન બહારના દબાણો લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને ત્રણ ટ્રકથી વધુનો સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને સાંજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.