વડોદરા પાલિકા દ્વારા વર્ષ 2025-26ના ચાલુ વર્ષે એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજનાનો પ્રારંભ

આ યોજના આજથી આગામી એક મહિના માટે એટલે કે આગામી તારીખ 23 મે સુધી ચાલુ રહેશે

MailVadodara.com - Vadodara-Municipal-Corporation-launches-Advance-Tax-Incentive-Compensation-Scheme-for-the-year-2025-26

- લાખો મિલકતધારકોને કોમર્શિયલ અને રહેણાંક મિલકતમાં 5 અને 10 ટકાનું વળતર આપવાની જાહેરાત, ઓનલાઇન પેમેન્ટ કરનાર કરદાતા માટે વધુ એક ટકા ફાયદો થશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ના ચાલુ વર્ષે એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકી છે. આ યોજનાની શરૂઆત આજથી આગામી એક મહિના માટે એટલે કે આગામી તારીખ 23 મે સુધી ચાલુ રહેશે. જેમાં લાખો મિલકતધારકોને કોમર્શિયલ અને રહેણાંક મિલકતમાં 5 અને 10 ટકાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે. જ્યારે ઓનલાઇન પેમેન્ટ કરનાર કરદાતા માટે વધુ એક ટકા ફાયદો થશે.

શહેરનાં લાખો ક૨દાતાઓને લાભ મળી શકે તે માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના મિલકત ધારક પોતાની મિલકતનો મિલકત વેરો અગાઉના વર્ષોની પાછલી બાકી ૨કમ એક સાથે એડવાન્સમાં ભ૨પાઇ કરે તો એવા કરદાતાઓને મિલકતવેરાની રકમમાં વળતર આપવાની પ્રોત્સાહક યોજના આ વર્ષે પણ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કોર્પોરેશન દ્વારા યોજનાના કારણે વડોદરા શહેરનાં લાખો ક૨દાતાઓને લાભ મળી શકે તેમ છે.

એડવાન્સ વેરા પ્રોત્સાહન વળતર યોજના વર્ષ 2025- 26 હેઠળ વધુમાં વધુ કરદાતાઓ આ એડવાન્સ વેરા ૨કમ ઓનલાઇન ભ૨વા પ્રેરાય તે માટે કરદાતાઓને પ્રોત્સાહન આપવા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 1 ટકા વધુ રિબેટ આપવામાં આવશે. મિલકતઘા૨ક તેની ચાલુ વર્ષ 2025-26ની પ્રોપર્ટી ટેક્ષની ૨કમ (સામાન્ય ક૨, શિક્ષણ ઉપક૨ (સરચાર્જ), ફાય૨ ટેક્ષ, સફાઈ ચાર્જ,પાણીકર અને લાગુ પડતો એન્વાય૨મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ સહિતની ૨કમ) પાછલા વર્ષોની બાકી ટેક્ષની ૨કમ સાથે વર્ષ 2025-26ના આકારણી રજીસ્ટર પ્રસિધ્ધ કર્યા પહેલાં એડવાન્સમાં ભ૨પાઇ કરે તો તેવા કરદાતાઓને આ લાભ મળી શકશે.

આ યોજનામાં પાલિકા દ્વારા ૨હેણાંક મિલકતના ટેક્ષમાં 10 ટકા વળત૨ અને કોમર્શિયલ મિલકતના ટેક્ષની રકમમાં 5 ટકા વળતર આપવાની જાહેરાત કરાઈ છે. ચાલુ નાંણાકીય વર્ષના મિલકતવેરાની ૨કમ આ યોજના દાખલ થતા પહેલાં એડવાન્સમાં ભરેલ હોય તો તેને પણ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાની નોટીસ પ્રસિધ્ધ થાય તે તારીખથી એક માસની મુદ્દતમાં જે તે મિલકતનો વર્ષ 2025-26નો ટેક્ષ આગળના વર્ષોની બાકી રકમ સાથે ભરવાનો રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ યોજનામાં પાલિકા દ્વારા મિલકતના ટેક્ષની ૨કમ પૈકી સામાન્ય ક૨, પાણીકર, કન્ઝરવન્સી અને સુઅરેઝ ટેક્ષની રકમ ૫૨ વળતર મળવા પાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા તમામ કરદાતાઓ મિલકત વેરાની રકમ કોઈ પણ વહીવટી વોર્ડ નંબર-1થી 19ની ઓફિસમાં સવારના 930થી બપોરના 3 વાગ્યા સુધીમાં રૂબરૂ અથવા તો કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન વેરો ભરી શકાશે એવું પાલિકા દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments