- આરોગ્ય વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં 117 ખાણીપીણીની લારીઓ, 22 દુકાનો, 6 ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, 2 કેરીના રસના તંબુ, 2 શેરડીના રસના કોલામાં ચેકીંગ કરાયું
ઉનાળાની ઋતુને અનુલક્ષીને શહેરની જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાનમાં રાખી વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક માસથી ખાણીપીણીની લારીઓ, દુકાનો, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, કેરીનાં રસના તંબુઓ, શેરડીના રસના કોલાના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતું. જુદા-જુદા વિસ્તારોમાં 117 ખાણીપીણીની લારીઓ, 22 દુકાનો, 6 ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, 2 કેરીના રસના તંબુ, 2 શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન 310 લીટર પાણીપુરીનું પાણી, 28 કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થ, 27 કિલો કેરીનો રસ, 15 કિલો સીથેટીક ફુડ કલરવાળી ચાસણીનો સ્થળ પર નાશ કરવામાં અવ્યો હતો. ઉનાળાની ઋતુને અનુલક્ષીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા બે ટીમો બનાવી આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરના કારેલીબાગ, ગુરૂકુલ ચાર રસ્તા, પરીવાર ચાર રસ્તા, છાણી, અલકાપુરી પંડ્યા બ્રીજ વિસ્તારની વિવિધ લારીઓમાં ચેકીંગની કામગીરી હાથ ધરી મસાલા-તેજાના, તેલ, ઘી, ગ્રેવી, માવો, મીઠાઇ, આઇસ્ક્રીમ, વિવિધ ક્શ સીરપ, ચટણી, પ્રીપેર્ડ ફુડ વગેરેનાં 266 નમુનાનું સ્થળ પર જ ચેકીંગ કરી તથા ટી.પી.સી. મશીન દ્વારા 6 સ્થળોએ તેલની ઘનતા માપવામાં આવેલ હતી. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રુલ્સ અને રેગ્યુલેશન 2011 અન્વયે સઘન ચેકીંગ કરાયું હતું.
આ સાથે શિડયુલ-4 મુજબ ખોરાક ઢાંકવો, રાખવા કે પેક કરવો નહીં, એક તેલથી વારંવાર ખાદ્ય પદાર્થ તળવો નહીં, તૈયાર થયેલ ખાદ્ય પદાર્થ હંમેશા ઢાંકેલો રાખવો, રો- મટીરીયલ્સ ભરવાના કન્ટેનર હંમેશા સાફ રાખવા, સાફ અને સોસી ન સકાય તેવા ફુડગ્રેડ મટીરીયલના સાધનોનો ઉપયોગ કરવો, મેટાલીક કોન્ટામીનેશન થાય તેવા કન્ટેનરોનો ઉપયોગ ખાદ્ય પદાર્થો બનાવવામાં કરવો નહી. તમામ ખાણીપીણીની ચીજો જમીનથી ઇચ ઉચી રાખવી, પીવાનુ પાણી તથા ખોરાક બનાવવા માટે હંમેશા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો, દરેક ફુડ હેન્ડલરે ટોપી, વિ એપ્રન પહેરવા તેમજ નખ, વાળ કાપેલા રાખવા કચરા પેટી ઢાંકણવાળી રાખવી, જાહેર જનતાને સ્પષ્ટ રીતે દેખાય તેમ લાયસન્સ/રજીસ્ટ્રેશન પ્રદર્શીત કરવાની કડક સુચના આપેલ હતી.