વડોદરા વારસિયા રીંગ રોડ પર એક વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો રોડ ડ્રેનેજના કામ માટે કોર્પોરેશને જ ખોદી નાંખ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી કે, રોડ બની ગયા પછી ડ્રેનેજ અને પાણીના કામો કરાય છે. જેના કારણે નવો બનાવેલો રોડ ખોદી નંખાય છે. એટલે, રોડ બનાવતાં પહેલા આ બધા કામો પુરા કરી લેવા જોઈએ. જેથી ખોટો ખર્ચના થાય, પરંતુ પાલિકાના અધિકારીઓ કોઈનું માનવા તૈયાર નથી. તેઓ પોતાની મરજી મુજબ જ કામ કરતાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અગાઉ અનેકવાર નવા રોડ ખોદી નાંખી ઈજારદાર દ્વારા અપાતી પાંચ વર્ષની વૉરંટી પણ સમાપ્ત કરી દેવાય છે. હવે, વારસિયા રીંગ રોડ પર એક વર્ષ પહેલા જ બનાવેલો નવો નક્કોર રોડ ડ્રેનેજના કામ માટે તોડી નાંખ્યો છે.