ટ્રેનમાંથી મુસાફરોની સામાન ચોરી કરનાર બે ચોર ઝડપાયા, રૂપિયા 4.79 લાખનો મુદ્દામાલ કબજે

આરોપીઓ હમસફર-બાંદ્રા ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરનું પર્સની ચોરી ભાગી ગયા હતા

MailVadodara.com - Two-thieves-who-stole-passengers-luggage-from-the-train-caught-valuables-worth-Rs-4-79-lakh-seized

- બંને આરોપીઓ પાસેથી અંગ ઝડતી કરતા સોનાના દાગીના રૂ.4.18 લાખ, એક  લેપટોપ, મોબાઈલ અને સ્માર્ટ વોચ મળી રૂ.4.69 લાખનો મુદામાલ કબ્જે કરાયો

વડોદરા અને સુરત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે દ્વારા હમસફર એક્સપ્રએસ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝ પર્સ, સોનાના દાગીના, મોબાઇલ અને ઘડિયાળ સહિતની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ અને સ્માર્ટ વોચ મળી રૂ.4.79 લાખનો મુદ્દામાલ કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાંથી અવાર નવાર મુસાફરોના સામાન ભરેલા બેગની ગઠીયા ચોરી કરીને ફરાર થઈ જતાં હોય છે. ત્યારે નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી પશ્ચિમ રેલ્વે વડોદરા દ્વારા સુચના આપવામાં આવી હતી કે ગત 25 જાન્યુઆરીના હમસફર - બાંદ્રા ટ્રેનના કોચમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝ પર્સની ચોરી કરી નાસી ગયા હતા. જેની ફરિયાદ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. 

વડોદરા રેલવે એલસીબી પીઆઈ  ટી.વી. પટેલની સૂચના હેઠળ  સુરત અનેવલ એલ.સી.બી. પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે તેમજ હ્યુમન સોરસિસના આધારે ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડયા હતા. તેઓની અંગ ઝડતી કરતા સોનાના દાગીના રૂ.4.18 લાખ, એક  લેપટોપ, મોબાઈલ અને સ્માર્ટ વોચ મળી રૂ.4.69 લાખનો મુદામાલ કબ્જે કરી  રોહીત ઉર્ફે કદુ રાજુ ધોડીયા પટેલ (રહે. સુરત મુળ ગામ અદગામ તા. જી વલસાડ) અને રોહીત ઉર્ફે બલ્લા સેવાલાલ ગૌતમ ( રહે. સુરત મુળ ગામ ઘાટમપુર, થાના સાડ, જી. કાનપુર યુ.પી)ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments