જુના ઝઘડાની અદાવતે બે શખ્સોનો બે ભાઇ સાથે મારામારી કરી લોખંડની પાઇપથી હુમલો

MailVadodara.com - Two-men-over-an-old-feud-beat-up-two-brothers-and-attacked-them-with-an-iron-pipe

- નાના ભાઇને લોખંડની પાઇપ વાગતા માથામાં ગંભીર ઈજા, સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો, પોલીસે ફરિયાદ આધારે બંને હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

વડોદરા ગોત્રી વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી બે શખ્સોએ બે ભાઈ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. નાના ભાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત નાના ભાઈને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરહેર નોંધાવતા પોલીસે બંને હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલ નગર ખાતે રહેતા પુનમભાઈ ધનશ્યામભાઈ પઢીયારે ફરીયાદ નોંધાવી હતી કે હું એ.સી રેપેરીંગનુ છૂટક કામ કરીને મારા પરીવારનું જીવન ગુજરાન ચલાવુ છું. 2 મેના રોજ રાત્રીના નવ વાગ્યાના સુમારે અયોધ્યાનગરની સામે રોડ ઉપર ઉભો રહીને એ.સીના કામ માટે ગ્રાહક સાથે વાત કરતો હતો. તે વખતે નિતેશ ગામિત તથા ભાવિક વાઘેલા રીક્ષા લઈને આવ્યા હતા અને નિતેશ ગામિતને દોઢ વર્ષ પહેલા અમારા પડોશી સાથે ઝઘડો થયેલ ત્યારે હું બચાવવા વચ્ચે પડ્યો હતો. તે ઝઘડાની અદાવત રાખી નિતેશ ગામિતએ મને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જેવી મેં તેને ગાળો નહી બોલવાનું કહીને મારા ઘરે જતો રહેલ અને ત્યારબાદ રાત્રીના સાડા નવ વાગ્યાના સુમારે હું મારી એકટીવા ઉપર મારો નાના ભાઈ વિશાલ પઢીયારને પાછળ બેસાડી અંબિકાનગર બાજુ જતા હતા. ત્યારે ફરીવાર નિતેશ ગામિત તથા ભાવિક વાઘેલા રીક્ષા લઈને આવ્યા હતા અને મારી એકટીવાને આગળ તેની રીક્ષા ઉભી રાખી ગાળો બોલતા હતા. ત્યારે મેં તેમને ગાળો નહી બોલવાનું કહેતા નિતેશ ગામિત એકદમ ઉશ્કેરાઈ જઈને તેની રીક્ષામાં રાખેલ લોખંડની પાઇપ કાઢી મારા નાના ભાઈ વિશાલ પઢીયારના માથાના ભાગે મારી હતી.  જેથી મેં મારા ભાઈને બચાવવા વચ્ચે પડતા ભાવિકા વાઘેલાએ પણ માર માર્યો હતો. દરમિયાન આજુબાજુના ઉભેલ માણસો ભેગા થઈ જતા અમને વધુ મારમાંથી બચાવ્યા હતી. આ નિતેશ ગામિત તથા ભાવિકા વાઘેલા ત્યાંથી રીક્ષા લઈને જતા રહ્યા અને મારા નાના ભાઈ વિશાલને લોહી નિકળવા ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. ગોત્રી પોલીસે બંને હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments