કાર લઇ નાસ્તો કરવા નીકળેલા બે મિત્રો નશાની હાલતમાં ઝડપાયા

મળસ્કે વાઘોડિયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન પકડાઇ ગયા

MailVadodara.com - Two-friends-who-went-out-for-breakfast-in-a-car-were-caught-drunk

- પોલીસે બંનેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી, બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું

મોડીરાતે નોકરીથી છૂટીને દારૂનો નશો કર્યા પછી સિટિમાં નાસ્તો કરવા જતા બે મિત્રોને કપુરાઇ પોલીસે વાઘોડિયા ચોકડી પાસેથી ઝડપી પાડયા છે.

કપુરાઇ પોલીસનો સ્ટાફ ગઇકાલે રાતે હાઇવે વાઘોડિયા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી કરતો હતો. તે દરમિયાન મળસ્કે સાડા ચાર વાગ્યે એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારને ઉભી  રખાવી હતી.  પોલીસે કાર ચાલક પ્રકાશ ભીમજીભાઇ બલદાણીયા (રહે. અક્ષર યુગ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, ન્યૂ વાઘોડિયા રોડ, મૂળ રહે. સુરત) તથા તેની સાથેના સૂરજ અશોકભાઇ કવડે (રહે. પ્રાઇમ પ્લાઝા, આમોદર પાસે, મૂળ રહે. ભાવનગર) ને નીચે ઉતારીને ચેક કરતા બંનેએ દારૂનો નશો કર્યો  હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે બંનેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. બંને યુવકો ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Share :

Leave a Comments