ગોલ્ડન ચોકડી પાસે રેપિડોના ચાલકની ચાંદીની ચેઇન આંચકી લેનાર કિશોર સહિત બે ઝડપાયા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચાંદીની ચેઇન અને બાઇક જપ્ત કરીને બન્નેને હરણી પોલીસને હવાલે કર્યા

MailVadodara.com - Two-arrested-including-a-teenager-for-snatching-a-silver-chain-from-a-Rapido-driver-near-Golden-Crossroads

- ફરિયાદીને નિશાન બનાવતા પહેલા ત્રિપુટીએ સેન્ટ્રલ એસટી ડેપો નજીક ચાલતા જતા એક વ્યક્તિના મોબાઇલ ફોનની ચીલઝડપ કર્યા બાદ કલાકો બાદ આ બીજો ગુનો આચર્યો હતો

રાત્રીના સમયે એકલ દોકલ બેઠેલા કે જઇ રહેલા વ્યક્તિને નિશાન બનાવી મોબાઇલ ફોન અને અછોડા તોડવાના ગુના આચરનાર એક કિશોર સહિત બે વ્યક્તિને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને ચાંદીની ચેઇન અને બાઇક જપ્ત કરીને બન્નેને હરણી પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.


શહેરના આજવા રોડ પર આવેલ અમરદીપ ટાઉનશીપમાં રહેતો આયુષ જયસ્વાલ રેપિડોનું કામ કરે છે. જેથી તે સવારના સાડા ચાર વાગે ગોલ્ડન ચોકડી નજીક ઉભો હતો, ત્યારે બાઇક ઉપર આવેલી ત્રિપુટી તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ભાગી ગઈ હતી. જેથી, આયુષે તેનો પીછો કરી આ ત્રિપુટીને ઝડપી પાડી રૂપિયા 250 આપી પોતાનો મોબાઇલ ફોન પરત મેળવ્યો હતો. જોકે, ત્રિપુટી તેના ગળામાંથી ચાંદીની ચેઇન તોડી ભાગી છુટી હતી.

આ બનાવ અંગે હરણી પોલીસ મથકે ગુનો નોંધાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ખોડીયારનગર પીળા વુડાના મકાનમાં રહેતા અનિલ ગુલાબભાઈ (ઉ.વ.20) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચાંદીની ચેઇન પણ કબ્જે કરી હતી. આયુષને નિશાન બનાવતા પહેલા આ ત્રિપુટીએ સેન્ટ્રલ એસટી ડેપો નજીક ચાલતા જતા એક વ્યક્તિના મોબાઇલ ફોનની ચીલઝડપ કર્યા બાદ કલાકો બાદ આ બીજો ગુનો આચર્યો હતો.

Share :

Leave a Comments