ભૂતડીઝાંપા નજીક બંધ પેટ્રોલ પંપમાંથી ટીવી સહિતની વસ્તુઓ ચોરનાર ત્રિપુટી ઝડપાઇ

કારેલીબાગ પોલીસે ચોરીનો સામાન વેચવા નીકળેલા ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા

MailVadodara.com - Trio-arrested-for-stealing-items-including-TV-from-closed-petrol-pump-near-Bhootdijamapa

- કારેલીબગ પોલીસે ત્રણ થેલા તપાસ કરતાં અંદરથી ટીવી સ્ક્રીન, સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટરનું મોનિટર, પેટ્રોલપંપના એલ્યુમિનિયમના કન્ટેનર વગેરે મળ્યા

કારેલીબાગ વિસ્તારમાં બંધ પેટ્રોલ પંપમાં ત્રાટકી સાધનોની ઉઠાંતરી કરનાર ત્રિપુટીને ડીસીપી પન્ના મોમાયાની ટીમે ઝડપી પાડી છે.


કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ત્રણ થેલામાં સાધનો ભરીને વેચવા માટે નીકળેલા ત્રણ જણાને ઝડપી પાડી થેલા તપાસતાં અંદરથી ટીવી સ્ક્રીન, સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટરનું મોનિટર, પેટ્રોલપંપના એલ્યુમિનિયમના કન્ટેનર વગેરે મળ્યા હતા. તેમણે ભૂતડીઝાંપા નજીકના બંધ પડેલા શ્રીનાથ પેટ્રોલપંપમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે પકડેલાઓમાં સૈફઅલી શોકત અલી પઠાણ (રહે. શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે, કારેલી બાગ), સમીર અરશદખાન પઠાણ (રહે. મનસુરી કબ્રસ્તાન પાસે, કારેલીબાગ અને ફિરોજ ઇશાકભાઇ પઠાણ (રહે. ઇન્દિરાનગર વસાહત, કારેલીબાગ)નો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments