- આજે સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા દરમિયાન પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા સૂર્ય ગરબા ગ્રાઉન્ડથી નિકળી જ્યુબીલીબાગ સર્કલ સ્થિત પંચમુખી મહાદેવ મંદિરે પૂર્ણ થશે
ભગવાન પરશુરામની જન્મ જયંતીને લઈને આજે (29 એપ્રિલ) સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ કેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આજે સાંજના 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા દરમિયાન પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા સૂર્ય ગરબા ગ્રાઉન્ડથી નિકળી, નવા પાણીગેટ પોલીસ સ્ટેશન સર્કલ, આયુર્વેદિક ત્રણ રસ્તા, એકતા ભવન ત્રણ રસ્તા, જુના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, પાણીગેટ દરવાજા, માંડવી, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદીર, પદમાવતી ત્રિકોણની જમણી બાજુ વળી, ગાંધી નગરગૃહ, જ્યુબીલીબાગ સર્કલ પાસે આવેલ પંચમુખી મહાદેવ મંદિર આવી પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાશે.
આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાવે તે હેતુથી નો-પાર્કિંગ, નો એન્ટ્રી અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આજે બપોરે 3.30 વાગ્યાથી કે જરૂરીયાત મુજબ પરશુરામ જયંતિ શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે નીચે પ્રમાણે છે.
આજે બપોરે 3.30 વાગ્યાથી સૂર્ય ગરબા ગ્રાઉન્ડથી નવા પાણીગેટ પોલીસ સ્ટેશન સર્કલ, આયુર્વેદિક ત્રણ રસ્તા, એકતા ભવન ત્રણ રસ્તા, પાણીગેટ દરવાજા, માંડવી,લહેરીપુરા દરવાજા, ન્યાયમંદીર, પદમાવતી ત્રિકોણની જમણી બાજુ વળી, ગાંધીનગરગૃહ, જ્યુબીલીબાગ સર્કલ, ટાવર ચાર રસ્તા સુધીનો સમ્રગ રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.