રસ્તામાં ચાલતી ત્રણ મહિલા અને એક પુરુષના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેનાર 3 ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે હરણી, બાપોદ, વારસીયા પોલીસના મોબાઇલ ચીલઝડપના 4 ગુનાનો ભેદ ઉકેલ્યો

MailVadodara.com - Three-arrested-for-snatching-mobile-phones-from-three-women-and-a-man-walking-on-the-road

- ક્રાઇમ બ્રાન્ચે ચાર મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી હીરો પ્લેન્ડર બાઈક સહિત 1,03,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો 

વડોદરા શહેર રસ્તા પર જઈ રહેલા ત્રણ મહિલા અને એક પુરુષના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેનાર ત્રણ કિશોરને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને વડોદરા શહેરના હરણી, બાપોદ અને વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચીલઝડપના ચાર અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

તા. 12/5/2025ના રાત્રે 9થી 10 વાગ્યા દરમિયાન અને તા. 13/5/2025ના બપોરે 3થી 3.30 વાગ્યા દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા આરોપીઓએ રસ્તે જઇ રહેલી ત્રણ મહિલાઓ અને એક પુરુષના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધા હતા. આ ગુનાઓને અટકાવવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ એ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને ત્રણ કિશોરને ઝડપી પાડ્યા હતા અને તેમના વાલીઓની હાજરીમાં પૂછપરછ કરતાં તેઓએ ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતુ કે, તેઓએ બાઈકનો ઉપયોગ કરીને આ ગુનાઓ આચર્યા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચાર મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી હીરો પ્લેન્ડર બાઈક સહિત 1,03,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરી કરી છે.

Share :

Leave a Comments