- નવજીવન બસ સ્ટોપ પાસે ચાલી રહેલ કામગીરી વેળા પાણીની લાઈન તૂટી જતાં આજુબાજુની સોસાયટીમાં પાણીની રેલમછેલ
વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ નવજીવન બસ સ્ટોપ પાસે ચાલી રહેલ મરામતની કામગીરી વેળાએ અહીં પાણીની લાઈન તૂટી જતાં આજુબાજુની સોસાયટીમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી.
આજવા રોડ નવજીવન બસ સ્ટોપ પાસે પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી પાણીના લાઈન અંગેની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ગત રાત્રિના સમયે ખોદકામ વેળાએ અહીં પાણીની લાઈનમાં લાઈન ડેમેજ થઈ હતી. જેથી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે આજુબાજુની સંખ્યાબંધ સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે તાત્કાલિક અહીં મરામતની કામગીરી કરવામાં આવી હતી.