વડોદરા શહેરના જામ્બુઆ ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હિતેશભાઈ પટેલનું મકાન બંધ હોવાનો લાભ લઈ તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા. તસ્કરોએ ઘરમાં કીમતી વસ્તુઓની શોધખોળ કરી હતી, પરંતુ ખાસ કંઈ હાથ લાગ્યું ન હતું.
ઘરમાંથી કીમતી સામાન ન મળતાં તસ્કરોએ ઘરના મંદિરમાં મુકેલી ચાંદીની મૂર્તિ ચોરી કરી હતી. મૂર્તિ ચોરી કર્યા બાદ તસ્કરો મકાનમાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી.
મકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં તસ્કરોની અવરજવર સહિતની સમગ્ર ઘટના કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ હાથ ધરી છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.


