- વીજકાપથી 1 લાખ લોકો હેરાન થશે, સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે
ભરઉનાળે શહેરીજનોને એમજીવીસીએલના મેન્ટેનન્સના લીધે પરેશાન થવાનો વારો આવશે. 28 એપ્રિલથી 8 મે સુધી વિવિધ વિસ્તારમાં સવારે 6થી 10 વાગ્યા સુધી 4 કલાક સુધી વીજકાપ રહેશે. જેથી અંદાજે 22 ફીડરના 1 લાખથી વધુ વીજ ગ્રાહકોએ હેરાન થવું પડશે. શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરાશે, જેથી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ જાતની જાણ કર્યા વિના ફરી ચાલુ કરી દેવાશે.
કયા વિસ્તારમાં કઈ તારીખે વીજ પુરવઠો બંધ રહેશે
28 એપ્રિલ ઃ અકોટા સબ ડિવિઝન, હોલીડે ઈન ફીડર, અટલાદરા સબ ડિવિઝન, કલાલી ફીડર, વાસણા સબ ડિવિઝન, ટાગોર નગર ફીડર
29 એપ્રિલ ઃ ગોરવા સબડિવિઝન, કરોડિયા રોડ ફીડર, અટલાદરા સબ ડિવિઝન, વી.એમ.સી. ફીડર, અટલાદરા એસ.એસ.પાછળનો વિસ્તાર
30 એપ્રિલ ઃ અકોટા સબ ડિવિઝન, અકોટા ફીડર, ફતેગંજ સબ ડિવિઝન, ફતેગજ ફીડર, સેવન સીઝ ફીડર, અટલાદરા સબ ડિવિઝન, અટલાદરા, વાસણા સબ ડિવિઝન, ભાયલી ફીડર, ગાયત્રી નગર ફીડર
1 મે ઃ ગોરવા સબ ડિવિઝન, દ્વારકેશ ફીડર, સમા સબ ડિવિઝન, જય અંબે ફીડરના વિસ્તારનો સમાવેશ થાય છે
2 મે ઃ ફતેગંજ સબ ડિવિઝન, આશાપુરી ફીડર અને અકોટા સબ ડિવિઝન, એમડી રોડ ફીડર વિસ્તારનો સમાવેશ થાય છે
3 મે ઃ ગોત્રી સબ ડિવિઝન, કર્મજ્યોત ફીડર, કર્મજ્યોત, ગોકુલ ટાઉનશિપ, વ્રજભૂમિ, ડિવાઈન રેસિડન્સી, નીલકંઠ બંગલો, જનક નગર
4 મે ઃ ગોરવા સબ ડિવિઝન, ટીસીએસ ફીડર, એલેમ્બિક લિ., ગુડીસ ફીડર, એલેમ્બિક ફાર્મા ફીડર, ફતેગંજ સબડિવિઝન, વેદા ફીડર, ગોવર્ધન ફીડર
5 મે ઃ વાસણા સબ ડિવિઝન, મધુરમ ફીડર અને અકોટા સબ ડિવિઝન, સરસ્વતી ફીડરનો વિસ્તાર
6 મે ઃ સમા સબ ડિવિઝન, પાણીની ટાંકી ફીડર, ગોરવા સબ ડિવિઝન, સાંગરિલા ફીડર અને ગોત્રી સબ ડિવિઝન, વહાણવટી ફીડર
7 મે ઃ ફતેગંજ સબડિવિઝન, નિઝામપુરા ફીડર, યુનિવર્સિટી ફીડર, વાસણા સબ ડિવિઝન, પંચમુખી ફીડર અને અકોટા સબ ડિવીઝનના તક્ષ ફીડર
8 મે ઃ લક્ષ્મીપુરા સબ ડિવિઝન, આકાશવન ફીડર, ગોરવા સબ ડિવીઝનનું ગુજરાત હાઉસિંગ બોર્ડ ફીડર, સમા સબ ડિવિઝનના પીલોલ ફીડર