- વિદેશી દારૂ-બિયરનો જથ્થો વડોદરા નજીક કોયલી ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો
- આ સમયે તમામ સાત પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે. વડોદરામાં છેલ્લા 8 મહિનામાં બુટલેગરો દ્વારા ઘુસાડવામાં આવેલો અથવા ઘુસાડવા માટે પ્રયાસ કરતી વખતે 59 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝોન-1માં આવતા 7 પોલીસ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે કોર્ટના આદેશ પ્રમાણે 59 લાખ રૂપિયા લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરનો જથ્થો વડોદરા નજીક કોયલી ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરાના ઝોન-1 DCP ઝૂલી કોઠીયાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવતો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો કોર્ટના આદેશથી સમયાંતરે નાશ કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના ઝોન-1માં આવતા 7 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ જથ્થાનો આજે કોયલી ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.
કોર્ટના આદેશાનુસાર નાયબ પોલીસ કમિશનર ઝોન-1, ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ., નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં ગોરવા, ફતેગંજ, સયાજીગંજ, નંદેસરી, જવાહર નગર, લક્ષ્મીપુરા અને છાણી સ્ટેશનમાં દ્વારા છેલ્લા 8 મહિના દરમિયાન ઝડપી પાડવામાં આવેલ કુલ 59 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે તમામ સાત પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.