ટુંડાવ પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, યુવતીના ભાઈ સહિત ચારની ધરપકડ, એક ફરાર

ટુંડાવ-સાવલી રોડ નજીક ખુલ્લી જગ્યામાંથી પોલીસને સુભાનપુરાના યુવકનો મૃતદેહ મળ્યો હતો

MailVadodara.com - The-murder-of-a-young-man-near-Tundav-has-been-solved-four-people-including-the-girls-brother-have-been-arrested-one-is-absconding

- પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાયાની વિગતો બહાર આવતા પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના ભાઇ સહિત 5 આરોપી પૈકી 4ની ધરપકડ કરી, ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી ગત શનિવારે મંજુસર પોલીસને મૃતદેહ મળ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉં.વ. 33) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટરસાઇકલ પણ મળી હતી. આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતા પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા યુવતીના ભાઇ સહિત પાંચ આરોપીઓ પૈકી ચારની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.


સાવલી તાલુકાના ટુંડાવ-સાવલી રોડ નજીકની ખૂલ્લી જગ્યામાંથી શનિવારના રોજ મંજુસર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉ.વ. 33) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટર સાયકલ પણ મળી આવી હતી. પોલીસે મૃતદેહ અને મોટર સાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


હત્યાના એક પછી એક બનાવોને લઈ જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. જોકે, જિલ્લા પોલીસની સતર્કતા અને સૂઝબૂઝથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ, જિલ્લા એસ.જી. પી આઈ જે.એમ ચાવડા, મંજુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોદિયાની ટીમો દ્વારા સતત સર્વેલન્સ અને શોધખોળ બાદ આ હત્યાના ગુન્હામાં સંડોવાયેલ યુવતીના ભાઈ સહિત ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ કાર્યવાહીમાં યુવકની હત્યા કરનાર આરોપી મહેશ ઉર્ફે પપ્પુ વિનુભાઈ માળી (ઉંમર વર્ષ 36, રહે માળી મહોલ્લો, ગોરવા વડોદરા), નાસીરહુસેન યુનુસભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 22 રહે કોટડા ચૌહાણ વગો તાલુકો સાવલી જીલ્લો વડોદરા), ફઈમ ઉર્ફે ડકિયો અલ્તાફહુસેન મલેક (ઉંમર વર્ષ 19 રહે સાવલી ટાઉન બરોડા ભાગોળ વડોદરા), ચેતન દિનેશભાઈ માળી (ઉંમર વર્ષ 18 સાવલી ટાઉન માળી મહોલ્લો નવી શાક માર્કેટ પાછળ સાવલી વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દિલીપભાઈ રાજુભાઈ માળી (રહે કોટડા સાવલી વડોદરા) ફરાર છે જેઓની પોલીસે ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ હત્યામાં મૃતક રાહુલ સોની કેટરીંગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકના લાકડીઓ જેવા હથિયારોથી માર મારવામાં આવતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલમાં પોલીસે ચાર ઈસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments