- કામગીરી માટે કાર્યરત કર્મચારી અને અન્ય સ્ટાફ મળી અંદાજીત 450થી 500 વ્યક્તિ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી, છાસ- ઠંડા પીણા વગેરે જેવી 100 દિવસ માટે વ્યવસ્થા કરાશે
- જનસંપર્ક વિભાગને મળેલ સૂચના અનુસાર સવાર સાંજ ચા-નાસ્તો બપોરે છાસ, ઠંડા પીણા તથા મહાનુભવોની મુલાકાતના દિવસોમાં પણ વીવીઆઇપીની અલગથી વ્યવસ્થાઓ કરાશે
વિશ્વામિત્રી રીવાઈવલ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા થનાર કામગીરી માટે કાર્ય૨ત કર્મચારી અને અન્ય સ્ટાફ મળી અંદાજીત 450થી 500 વ્યક્તિઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી, છાસ- ઠંડા પીણા વગેરે જેવી 100 દિવસ માટે વ્યવસ્થાઓ ક૨વા ઉપરાંત ફરાસખાના, ફોટોગ્રાફી, ડ્રોન વીડિયોગ્રાફી સહિત થનાર તમામ આનુષંગિક ખર્ચ-ખરીદી સમય મર્યાદાને ધ્યાનમાં લઈ કોઈપણ જાતની પ્રત્યાવાહીના બાધ લીધા સિવાય ક૨વાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા માટે સ્થાયી સમિતિમાં આવેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
વડોદરા શહે૨માં ગત વર્ષે પૂરના કારણે ઉદભવેલ પરિસ્થિતિને ઘ્યાને લઇ રાજય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નકકી થયા મુજબ વિશ્વામિત્રી નદીમાં અલગ-અલગ જગ્યાએ વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેકટ હેઠળ નદીને ઊંડી અને પહોળી ક૨વાની કામગીરી શરૂ ક૨વામાં આવેલ છે. જનસંપર્ક વિભાગને મળેલ સૂચના અનુસાર સવાર સાંજ ચા-નાસ્તો બપોરે છાસ, ઠંડા પીણા તથા મહાનુભવોની મુલાકાતના દિવસોમાં પણ વી.વી.આઇ.પી.ની અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
આ ઉપરોક્ત કામગીરી ટ્રાન્સપોર્ટનગ૨, વડસ૨, કલાલી, અટલાદરા, અકોટા સ્મશાન, અટલાદરા ઓફિસ અને મંગલપાંડે બ્રિજ સહિત જુદા જુદા 15 જેટલા સ્થળો ઉપર હાલ કામગીરી ચાલી રહી છે, જે કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને આ કામગીરીમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના એન્જિનિયર્સ, સુપ૨વાઈઝર, કલાર્ક, સીક્યુરીટી, ડ્રાઈવર વગેરે મળી અંદાજિત 450થી 500 વ્યક્તિઓ દ૨૨ોજ પૂર્ણ સમયે કાર્ય૨ત છે.
હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી સ્ટાફને બેસવા માટે મંડપ, ટેબ્લ, ખુરશી જેવી ફરાસખાના, ફોટોગ્રાફી, ડ્રોન વિડીયોગ્રાફીની વ્યવસ્થા જે તે ઈજારાના દ૨ મુજબ અને ઈજારા બહારની આઇટમો R&Bના દ૨ મુજબ તથા ચા-નાસ્તો, પીવાનું પાણી, છાસ, ઠંડાપીણા સહિતના તમામ આનુષંગિક ખર્ચ-ખરીદી પ્રવર્તમાન બજાર ભાવ મુજબ ક૨વામાં આવેલ છે. આ ખર્ચ-ખરીદી અને વ્યવસ્થાઓ સંસ્કા૨ કાર્યક્રમના બજેટ હેડ B-1601318 માંથી અથવા સંબંધિત બજેટ હેડમાંથી કોઈપણ પ્રત્યાવાહીનો બાધ લીધા સિવાય ક૨વાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા આ કામ આગામી સ્થાયી સમિતિમાં વધારાના કામ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જે કામને આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું.