- શાસકોની ચાપલુસી કરી અધિકારીઓએ સાબિત કર્યું કે તંત્ર સત્તાનું ગુલામ છે...!!!
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના પત્રના અંતે સહી કરી જાહેર હિત માં ગેરકાયદેસર સાયરન લગાવેલા વાહનો ના માલિકો ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતા જણાવ્યું હતું કે વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, નેતા સહિતના પદાધિકારીઓ ગેરકાયદેસર રીતે, પોતાને સાયરન લગાડવાની યોગ્યતા કે પાત્રતા ગુજરાત સરકાર ના ગૃહ મંત્રાલય ના હુકમ માં સમાવિષ્ટ નહિ હોવા છતાય, પોતાના વાહનો ઉપર ગેરકાયદેસર સાયરન લગાડી અને વડોદરાના સાયલેન્ટ ઝોન વિસ્તારો જેવા કે હોસ્પિટલ, શાળા, કોલેજ જેવા વિસ્તારો માં પણ પોતાનો વટ પાડવા, રોલો જમાવવા, કે વગર લાયકાતે પણ બેરોકટોક સાયરન લગાડેલા વાહન માં વારમવાર સાયરન વગાડી પોતાનું સરકાર માં વર્ચસ્વ હોવાનું દેખાડવા માટે મોટર વ્હીકલ એક્ટ ના તેમજ પબ્લિક ન્યુસન્સ ના ફોજદારી ગુન્હા બેફામ રીતે કરી રહેલા છે. આ બાબતે અમોએ માહિતી અધિકાર નિયમ ૨૦૦૫ હેઠળ સન ૨૦૧૩ માં આપશ્રી ની આર.ટી.ઓ કચેરી માંથી મેળવેલ ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ નો હુકમ પણ આ સાથે બીડેલ છે.
મોટર વેહિકલ એક્ટ,૧૯૮૮ ના સેક્શન ૧૦૯, ૧૧૦ અને ૧૧૧, મોટર વેહીકલ્સ રુલ ૧૦૮, ૧૦૮એ અને ૧૧૯ મુજબ અનાધિકૃત રીતે સાયરન અને લાલ લાઈટ નો ઉપયોગ કરનાર ઉપર દંડનીય કાર્યવહી કરવાની હોય છે. મોટર વેહીકલ્સ (એમેન્ડમેન) બીલ, ૨૦૧૨ ના ક્લોઝ ૫૧ મુજબ અનાધિકૃત સાયરન લગાડનારા વાહન માલિકો ઉપર વધારેલી પેનલ્ટી ની જોગવાઈ કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ એસ.એલ.પી.(સી) નં. ૨૫૨૩૭/૨૦૧૦ માં તા.૧૦/૧૨/૨૦૧૩ ના આવા અનાધિકૃત સાયરન અને લાલ લાઈટો દુર કરવા અને વધારેલી દંડનીય કાર્યવાહી કરવા જણાવેલું છે.
આમ તો ગેરકાયદેસર રીતે વાહન ના મથાળે સાયરન લગાડેલ હોય તો તેના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની થાય ત્યારે અમારી જાણ મુજબ વડોદરા કોર્પોરેશન ના વાહનો ની માલિકી મ્યુનીસીપલ કમિશ્નર ની જણાતા અમોએ તા.૧૪/૦૬/૨૦૨૨ ના નામદાર સુપ્રીમ કોર્ટ ના હુકમ ની નકલ સાથે સાયરન દુર કરવા ફરિયાદ કરેલી એમ છતાય આજે બે વર્ષે પણ ગેરકાયદેસર સાયરન યથાવત રાખેલા જણાતા અમોએ તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ ફરી પોલીસ કમીશ્નરશ્રી, વડોદરા મ્યુનીસીપલ કમીશ્નરશ્રી અને કલેક્ટરશ્રી, વડોદરા ને લેખિત ફરિયાદ કરેલી છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના પ્રમુખ કિશોર શર્મા તેમજ સાથીદાર સંજય વાઘેલાએ તા.૧૯/૦૨/૨૦૨૫ ના સાંજે ૫૦૦ કલાકે વડોદરા કોર્પોરેશન ની ખંડેરાવ માર્કેટ ની કચેરી માં તમામ સાતેય ગેરકાયદેસર સાયરન લગાડેલા વાહનો ને એક સાથે જોતા વડોદરા પોલીસ ના કંટ્રોલ રૂમ માં ફરિયાદ કરી હતી, જે બાદ વડોદરા શહેર પોલીસ ના જવાબદાર અધિકારીઓ આવ્યા હતા છતાય કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નહોતી અને સાયરન ઉતરાવેલા નહોતા. નિયમો મુજબ અને કાયદાનુસાર ગેરકાયદેસર લગાડેલા સાયરન માટે ની કાયદેસરની કાર્યવાહી વાહન ના માલિક ઉપર કરવી જોઈએ. અમોએ વડોદરા ના પોલીસ કમિશ્નર સાહેબ અને કલેકટર સાહેબ ને પણ જણાવેલ બન્નેવ પત્રો માં ઉદ્દેશ કરી કાયદા નું પાલન કરવા વિનંતી સાથે ફરિયાદ કરેલી છે.
ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખવાના દેવાના ઈરાદે, આવાઓને પોતાનો વટ પડતો બંધ થાય નહિ કે સાયરન વગાડી જ્યાં અને ત્યાં પોતાનો જમાવેલો રોલો એકએક ઉતરી જાય નહિ, પોતાનો મોભો ઉતારી જાય નહિ તે માટે ચુટાયેલા ઓ ની તહેનાત માં પોતાની સત્તા નો દુરુપયોગ કરી વડોદરા ના મ્યુનીસીપલ કમિશ્નર અને પોલીસ કમિશનર અમારી પોલીસ કંટ્રોલ માં ફરિયાદ કર્યા ને આજે સાતમો દિવસ થવા આવ્યો છતાય વાહન ઉપર થી સાયરન ઉતારતા નથી કે પોલીસ પગલા લઇ ને ઉતરાવતા નથી.
અમારી જાણ મુજબ પોલીસ કમિશ્નર અને મ્યુનીસીપલ કમિશ્નર આવા ગેરકાયદેસર સાયરનો ધરાવતાઓ દ્વારા કરાતા વ્હીકલ એક્ટ અને ફોજદારી ગુન્હાઓ ને બચાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી તેઓની નહિ પણ વડોદરા ની આર.ટી.ઓ. કચેરી ના જવાબદાર ઉપરી અધિકારી ની હોવાનું ઢોળી રહ્યા છે. આમ તો અમો જાણીએ જ છીએ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ ની હોય છે પરંતુ જો ગેરકાયદેસર વાહન ઉપર લગાડેલા સાયરન દુર કરવાની જવાબદારી આર.ટી.ઓ. ના અધિકારીઓ ની પણ થતી હોય તો અમો, આપશ્રી ને આ આવેદન આપી ફરિયાદ કરતા માંગ કરીએ છીએ કે ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ ના હુકમ ની ઉપરવટ જઈ, મોટર વ્હીકલ્સ એક્ટ ની જોગવાઈઓ નો ભંગ કરી, નામદાર સુપ્રીમ કોર્ટ ના અવલોકન નું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર અને અનાધિકૃત રીતે, પોતાની યોગ્યતા નહિ હોવા છતાય, વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક, શાશક નેતા ના વાહનો ઉપરાંત વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના મ્યુનીસીપલ કમિશ્નર પોતે વપરાતા વાહન ની ઉપર ગેરકાયદેસર લગાડેલા સાયરનો અને લાલ લાઈટો તાત્કાલિક દુર કરાવી, કાયદેસર ની મહત્તમ સજા કે દંડ ની કારવાહી કરવા ફરિયાદ સાથે માંગ કરીએ છે. જો કે ફરિયાદ ને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથિ. કલ્પના કરો કે કોઈ સામન્ય વ્યક્તિએ તેન વાહન પર લાલબત્તી કે સાયરન લગાડ્યું હોત તો પોલીસે શું કર્યું હોત ?