ભીમનાથ તળાવ ફરી મૂળ સ્વરૂપે થતાં પરશુરામભઠ્ઠા વિસ્તારમાં ભરાતા પૂરના પાણી હવે નહીં ભરાય..!!

વડોદરામાં પૂર આવ્યા પછી વિશ્વામિત્રીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલુ છે!

MailVadodara.com - The-flood-waters-that-used-to-fill-the-Parshurambhatta-area-will-no-longer-fill-the-Bhimnath-Lake-as-it-returns-to-its-original-form

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં બે વાર આવેલા પૂર પછી નદીને પહોળી અને ઊંડી કરવાના લેવાયેલા નિર્ણય બાદ કામગીરી શરૂ થઈ છે. જેમાં જેતલપુર બ્રિજ નજીક પરશુરામ ભઠ્ઠા પાસે આવેલા અડધા ઉપરાંત ભીમનાથ તળાવને એના કે એના પૂરી દેવામાં આવ્યું છે. આ તળાવને પુનઃ મૂળ સ્વરૂપે લાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોને ચોમાસા અને વિશ્વામિત્રીમાં પૂરના સમયે વિસ્તારમાં પ્રવેશતા વરસાદી પાણીથી મુક્તિ મળશે. 


ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાના ઓગસ્ટ મહિનામાં બે વખત શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂર ફરી વળ્યા હતા. દરમ્યાન સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારના ભીમનાથ તળાવમાં પણ વરસાદી પાણી ભરાતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાનું મૂળ કારણ ભીમનાથ તળાવનું યેન કેન પુરાણ થયું હતું. પરંતુ હવે આ બાબત ધ્યાનમાં આવી હતી ત્યારે ભીમનાથ તળાવને તેના મૂળ સ્વરૂપે પાછું લાવવાના ઇરાદે કામગીરી શરૂ થઈ હતી અને માત્ર 20 દિવસમાં આ કામગીરી પૂરી થવાનું ટાર્ગેટ હતું પરંતુ ટાર્ગેટથી ડબલ દિવસો વીતી જવા છતાં હવે કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે પરશુરામ ભઠ્ઠા વિસ્તારના રહીશોને આ બાબતથી રાહત મળવાની શક્યતા નકારી શકાતી નથી.


Share :

Leave a Comments