ખટંબા બ્રિજ નજીક લારી પર સેવઉસળ ખાવા ગયેલા યુવકનું એક્ટીવા ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

શિનોરમાં રહેતા પ્રકાશકુમાર વણકરે એક્ટિવા ચોરીની ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - The-crime-branch-caught-the-man-who-stole-the-Activa-of-a-youth-who-went-to-eat-on-a-lorry-near-Khatamba-Bridge

- આરોપી સામે અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી ગુનો નોંધાયો હતો

વડોદરા પાસે સેવઉસળની લારીએ જતા યુવાનની એક્ટિવા ચોરાઇ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.


શિનોરના છેટ ફોફળિયા ખાતે રહેતા પ્રકાશકુમાર વલ્લભભાઈ વણકરે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ ઘરેથી વડોદરા ફરવા જવા માટે નીકળ્યા હતા. વાઘોડિયા ચોકડી થઇને પરત ફરી રહ્યા હતા ત્યારે ખટંબા વાધોડિયા રોડ પર બ્રિજથી થોડે આગળ સેવ-ઉસળની લારી જોઈને તેઓ ખાવા માટે ગયા હતા અને એક્ટિવાને નજીકમાં મૂક્યું હતું એવામાં એક્ટિવાની ચાવી તેમાં જ હતી. નાસ્તો કરીને પરત ફરતા એક્ટિવા તેની જગ્યા પર ન હતી. જે બાદ તેઓ આ અંગે આજુબાજુમાં પુછપરછ કરી હતી પણ કોઇ એક્ટીવા અંગે કંઇ જાણતું ન હતું. જે બાદ તેઓ ઘરે જતા રહ્યા હતા. આખરે એક્ટિવા ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. ખટંબા ગામની સીમમાંથી અઢી મહિના પહેલા એક્ટિવા ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અને એક્ટિવા પણ જપ્ત કરી આરોપી અમિત ઉર્ફે સેમ રામસિંહ સોલંકી (ઉ.25), (રહે. અર્બન રેસિડેન્સી, વાઘોડિયા બ્રિજ પાસે, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી ગુનો નોંધાયો હતો.

Share :

Leave a Comments