કુંભારવાડા પોલીસ મથકના દારૂના કેસના નાસ્તા ફરતા આરોપીને પીસીબીની ટીમ એ ઝડપી પાડ્યો છે.
વડોદરા શહેર પોલીસના કુંભારવાડા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપી ચેતન ખટીક કે જે બાલાજી રેસિડેન્સી તરસાલી બાયપાસ પાસે રહે છે અને મૂળ ચિત્તોડગઢ રાજસ્થાનનો છે તે પોલીસથી બચી નાસ્તો ફરતો હતો ત્યારે પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળતા ટીમે તેને ઝડપી પાડી કુંભારવાડા પોલીસના હવાલે કર્યો છે.