વડોદરા કોર્પોરેશન દ્વારા 53 વર્ષ જૂની લાલબાગ પાણી ટાંકી જર્જરિત થતાં તોડીને નવી બનાવાશે

પાણીની નવી ટાંકી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી બનશે

MailVadodara.com - The-53-year-old-Lalbagh-water-tank-will-be-demolished-and-constructed-by-the-Vadodara-Corporation-as-it-is-dilapidated

- ટાંકીમાંથી પાણી સતત ટપકતું હતું, દાદર, બીમ અને રેલિંગ તૂટી જવાથી જોખમી બનતા હાલ ટાંકીમાં પંપ હાઉસ સહિતનું જૂનું બાંધકામ તોડવાની કામગીરી ચાલુ!


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલબાગ પાણી ટાંકી કે જે 53 વર્ષ જૂની હોવાથી જર્જરિત બનતાં તોડી પાડીને નવી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ જૂની થયેલી ટાંકી સલામતીને ધ્યાનમાં રાખીને તોડવામાં આવેલી છે, ત્યારબાદ પંપ દ્વારા બુસ્ટિંગ કરીને લોકોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હાલ ટાંકીમાં પંપ હાઉસ સહિતનું જૂનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. નવી ટાંકી, પંપ રૂમ, ફીડર લાઈન, પંપીંગ મશીનરી, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામગીરી તથા પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ સહિત 16.99 કરોડ ના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે. નવી ટાંકી 18 લાખ લીટરની ક્ષમતા વાળી બનશે. જે જૂની ટાંકી હતી તે 1972માં બનાવી હતી તે વખતે  30 લાખ ખર્ચ થયો હતો. આ ટાંકીના 36 લાખ લીટરની કેપેસિટીના 3 સંપ છે.


નવી ટાંકી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી બનશે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ અગાઉ ટાંકી ના દાદર, બીમ અને રેલિંગ તૂટી જવાથી જોખમી બની હતી, અને ટાંકીમાંથી પાણી સતત ટપકતું હતું. જેથી નવી ટાંકી બનાવવાની માંગણી અવારનવાર કરવામાં આવી હતી. લાલબાગ ટાંકી ખાતેથી નવાપુરા, દંતેશ્વર, લાલબાગ, માંજલપુર ,એસઆરપી વગેરે વિસ્તારમાં આશરે સાત આઠ ઝોનમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. નવી ટાંકી બન્યા બાદ આશરે અઢી લાખની વસ્તીને પ્રેસરથી પાણી મળવાનો ફાયદો થશે.

Share :

Leave a Comments