ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી રામાકાકા ડેરી સુધીના હંગામી દબાણોનો તંત્ર દ્વારા સફાયો

વડોદરા પાલિકા દ્વારા હંગામી દબાણો દૂર કરી કાચા શેડ તોડી નાખી રોડ રસ્તા ખુલ્લા કરાયા

MailVadodara.com - Temporary-pressure-from-Fatehganj-Police-Station-to-Chhani-Ramakaka-Dairy-cleared-by-the-system

- કામગીરી વખતે કેટલીક જગ્યાએ તું તું મૈં મૈં થતા સ્થાનિક પોલીસે મામલો સંભાળી શાંત પાડ્યો

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી-રામા કાકા ડેરી સુધીના રોડને બંને બાજુએ આવેલા હંગામી દબાણોનો સફાયો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. કામગીરી વખતે કેટલીય જગ્યાએ તું તું મૈં મૈં સહિત ઘર્ષણ જેવા પ્રયાસો થયા હતા. પરંતુ તૈનાત પોલીસ કાફલાએ મામલો સંભાળી લીધો હતો. 


ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર તથા આંતરિક રોડ રસ્તે બિલાડીના ટોપની જેમ ઠેર-ઠેર લારી ગલ્લાના દબાણો થયા છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલ ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી રામાકાકા ડેરી સુધી ઠેર-ઠેર ખાણીપીણી અને ચાની લારીઓ, શેરડીના કોલા અને કેરી રસના તંબુઓ, તથા ઓટો ગેરેજના ગલ્લાના દબાણો રોડ રસ્તાની બંને બાજુ હોવાના કારણે રસ્તા સાંકડા થઈ જવાથી અકસ્માતનો ભય સતત રહેતો હતો અને ક્યારેક નાના મોટા અકસ્માતો પણ થતા હતા. જેથી આ અંગેની ફરિયાદો મળતા પાલિકા તંત્રના આદેશ મુજબ દબાણ શાખાએ આ વિસ્તારના તમામ હંગામી દબાણો હટાવીને, કેટલાક બનાવવામાં આવેલા કાચા શેડ તોડી નાખી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. જોકે કામગીરી વખતે કેટલીક જગ્યાએ તું તું મૈં મૈં થતા સ્થાનિક પોલીસ કાફલાએ મામલો સંભાળી શાંત પાડ્યો હતો. દબાણ શાખાની ટીમે કાર્યવાહી દરમિયાન કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

Share :

Leave a Comments