સુરતના સારોલી અને કતારગામ પોલીસ સ્ટેશનના હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા આરોપીને વડોદરા એલસીબી ઝોન-3 અને કપુરાઇ પોલીસે મળીને ઝડપી પાડયો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
એલસીબી ઝોન-3ની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પીએસઆઇ બી.જી.વાળાને બાતમી મળી હતી કે, સુરતના સારોલી અને કતારગામ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી પ્રવિણ ભોળાભા રાઠોડ (રહે. નેતલદે સોસાયટી, પુણા ગામ, સીતાનગર ચોકડી, સુરત) હાલ કપુરાઇ બ્રિજ પાસે ઉભો છે. જેથી એલસીબી ઝોન-૩ની ટીમ પહોંચી ગઇ હતી અને પ્રવિણ રાઠોડને ઝડપી પાડયો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.
પ્રવિણ રાઠોડની પૂછપરછ દરમિયાન પ્રવિણ રાઠોડ સુરતના સારોલી અને કતારગામ પોલીસ સ્ટેશનના હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલો છે. જેથી પોલીસે આરોપી પ્રવિણ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.