RTE હેઠળ પહેલા રાઉન્ડમાં વડોદરાની સ્કૂલોમાં 4700 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

આરટીઈ હેઠળ ૪૮૦૦ જેટલી બેઠકો માટે વડોદરા શહેરમાં ૧૧૦૦૦ ઉપરાંત ફોર્મ ભરાયા હતા!!

MailVadodara.com - Students-were-admitted-to-4700-seats-in-Vadodara-schools-in-the-first-round-under-RTE

- જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેમના વાલીઓને એસએમએસ થકી જાણ કરવામાં આવી

રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ વડોદરા શહેરની શાળાઓમાં ધો.૧માં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલી રહી છે.પહેલા રાઉન્ડમાં વડોદરા શહેરની સ્કૂલોની ૪૭૦૦ જેટલી બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે ૧૦૦ જેટલી બેઠકો ખાલી પડી છે.

ડીઈઓ કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે આ એવી બેઠકો છે જેના પર કોઈએ પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા નથી.જેમને પ્રવેશ મળ્યો છે તેવા વિદ્યાર્થીઓના વાલીઓને એસએમએસ થકી જાણ કરવામાં આવી છે. જરુરી દસ્તાવેજો સાથે આ વાલીઓએ તા.૮ સુધીમાં જે સ્કૂલમાં પ્રવેશ અપાયો છે તે સ્કૂલનો સંપર્ક કરીને ફી ભરવાની રહેશે.તા.૮ સુધીમાં જે બેઠકો પર પ્રવેશ નહીં લીધો હોય તેવી બેઠકો બીજા રાઉન્ડમાં બીજા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આરટીઈ હેઠળ ૪૮૦૦ જેટલી બેઠકો માટે વડોદરા શહેરમાં ૧૧૦૦૦ ઉપરાંત ફોર્મ ભરાયા હતા અને આ વર્ષે  કાર્યવાહી વહેલી  શરુ થઈ હોવાના કારણે મે મહિનામાં આરટીઈ હેઠળની બેઠકો પર પ્રવેશ આપવાની કામગીરી પૂરી થઈ જશે તેવું અનુમાન છે.

Share :

Leave a Comments