ધોરણ 12માં ડ્રોપ લીધા બાદ નીટની પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત

મૂળ પાદરાના મોભા ગામનો ભટ્ટ પરિવાર હાલ મુજમહુડાની કુંજ સોસાયટીમાં રહેતો હતો

MailVadodara.com - Student-commits-suicide-by-hanging-himself-while-preparing-for-NEET-exam-after-failing-class-12

- પુત્રને ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ માતા હૈયાફાટ ચીસ પાડી ઉઠી હતી

- પરિવાર કૌટુંબિક સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયો હતો, આપઘાતનું કારણ અકબંધ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામે રહેતો અને હાલ વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલ મુજમહુડા કૃષ્ણ શાંતિનગર સોસાયટીમાં રહેતા ધોરણ 12નો વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારીઓ કરતો હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે.પી. રોડ પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

પાદરા તાલુકાના મોભા ગામના મૂળ વતની અને હાલ વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા ભટ્ટ પરિવારનો પુત્ર નિર્મલશરણ અનાદિ શરણ ભટ્ટ (ઉં.18) તેના પરિવાર સાથે રહેતો હતો. તેને કોઈક કારણસર ધોરણ 12માં ડ્રોપ લીધા બાદ નીટની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. તેનો પરિવાર કૌટુંબિક સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયો હતો. જયારે તે ઘરે એકલો રોકાયો હતો.

આ દરમિયાન તેને રહસ્યમય સંજોગોમાં ઘરે એકલતાનો લાભ લઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને ઘરે આવ્યા બાદ ઘરમાં પુત્રને ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં અને પૂત્રનાં લટકતાં મૃતદેહને જોતા જ માતા હૈયાફાટ ચીસ પાડી ઉઠી હતી. જેથી પડોશમાં રહેતા રહીશો બહાર દોડી આવ્યા હતા. અને ભટ્ટ પરિવારના ઘરે આવ્યા હતા. તેઓએ પણ પુત્ર નિર્મલ શરણને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોકી ઉઠ્યા હતા.

બનાવની જાણ સોસાયટીમાં તથા મિત્ર વર્તુળ તેમજ સગા સંબંધીઓમાં ફેલાઈ જતા તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે બાદ બનાવની જાણ જેપી પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે બનાવ સ્થળેથી ચિઠ્ઠી કે અન્ય વસ્તુ મળી ન આવતા આપઘાતનું કારણ અકબંધ રહ્યું છે.

Share :

Leave a Comments