પાણીગેટ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 બોક્સ સાથે દુકાનદારની ધરપકડ

વડોદરા SOG પોલીસે મેમણ શોપિંગ સેન્ટરમાં બાતમી આધારે ચેકિંગ હાથ ધર્યું હતું

MailVadodara.com - Shopkeeper-arrested-with-480-boxes-of-banned-Chinese-cord-from-Panigate-area

- એસઓજી પોલીસે 2.40 લાખની ચાઇનીઝ દોરી, મોબાઇલ-રોકડ સહિત 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર વોન્ટેડ જાહેર

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મેમણ શોપિંગ સેન્ટરમાંથી વડોદરા SOG પોલીસે પ્રતિબંધિત ચાઇનિઝ દોરીના 480 બોક્ષ સહિત 2.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

SOGની ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા ચેકિંગની કામગીરી દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મગાજીને મળેલી બાતમીના આધારે પોલીસે આજવા રોડ ખાતે આવેલા મેમણ શોપિંગ સેન્ટરમાં ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન દુકાનમાંથી વેલન મોનો, જર્મન ટેકનોલોજી, ફ્લાય અબોવ ધ ટેસ્ટ ઓન્લી ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી અને ટ્રેડમાર્ક ઓનર વેલન ઇમ્પેક્ષ પ્રા.લી. ઈન્ડિયા લખાણવાળા 16 બોક્ષ મળી આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 બોક્ષ મળી આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નંગ- 480 જેની કિંમત રૂિપયા 2.40 લાખ, મોબાઇલ ફોન નંગ-1, કિંમત રૂિપયા 5000, રોકડા રૂિપયા 2200 મળી કુલ 2,47,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે દુકાનમાં હાજર ઇસમ હફીઝ અલીમહમદ મેમણ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર ઇસમ રહીમ ગોલાવાલા (રહે.રામપાર્ક, આજવા રોડ, વડોદરા) વિરૂદ્ધ ભારતીય ન્યાય સહિતા- 2023ની કલમ 223, 54 તથા જી.પી.એકટ કલમ 131 મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે.

Share :

Leave a Comments