- દેશના ગણવેશ તેમજ તેને લગતી ચીજોનું વેચાણ કરતા દુકાનદારોએ ગ્રાહકોની નોંધ રાખવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું
ગ્રાહકોની નોંધ નહિ રાખનાર સશસ્ત્ર દળોના ગણવેશ અને અન્ય ચીજોનું વેચાણ કરતા દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે.
દેશના સશસ્ત્ર દળોના ગણવેશ તેમજ તેને લગતી ચીજોનું વેચાણ કરતા દુકાનદારો માટે ગ્રાહકોના રજિસ્ટરની નોંધ રાખવા સૂચના આપતું પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
એસઓજીની ટીમે આવી દુકાનોની તપાસ કરતાં રાજમહેલ રોડ પર આવેલી ઇન્ડિયન પોલીસ સ્ટોર નામની દુકાનમાં ગ્રાહકોની નોંધણી મળી આવી નહતી. જેથી દુકાનદાર હનુમાન મરલીધર ગાટે (રહે.તંબોળી વાડના નાકે, સ્ટોરની ઉપર, રાજમહેલ રોડ)ની ધરપકડ કરવામાં આવી હતી.