જાંબુવા નજીક આવેલા વુડાના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત જુગારીયા ઝડપાયા

કપૂરાઇ પોલીસે બાતમી આધારે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા

MailVadodara.com - Seven-gamblers-were-caught-gambling-in-the-open-near-vuda-house-near-Jambuwa

- કપૂરાઇ પોલીસે દાવ પર લગાવેલા રોકડ સહિત 10,300નો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરના કપૂરાઇ પોલીસે જાંબુવા નજીક આવેલા વુડાના મકાનોમાં જુગાર રમતા સાત જેટલા જુગારીયાઓને ઝડપી પાડીને 10,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.


વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, જાંબુઆ વુડાના મકાનો નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને પાના પત્તા વળે હારજીતનો જુગાર રમી રહયા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી સાત જુગારિયા મળી આવ્યા હતા.

પોલીસે કૌશિક સોલંકી, જાવેદ પઠાણ, જલક પરમાર, પ્રેમકુમાર શ્રીમાળી, સંજય પરમાર, ચંદનસિંગ બાવરી તેમજ વિનોદ રાજપૂતની ધરપકડ કરીને અંગ જડતીમાં રોકડ રકમ 9000 તેમજ દાવ પર લગાવેલા 1300 રૂપિયા એમ કુલ 10,300 રોકડ રકમ કબ્જે લીધી છે.

Share :

Leave a Comments