- છેલ્લાં બે દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ થતાં પાલિકા તંત્ર રીપેરીંગની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું
વડોદરા શહેરમાં પીવાના પાણીની નલિકાઓમાં ભંગાણ પડવાનો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં પ્રતાપનગર પોલીસ હેડ કવોટર્સથી લાલબાગ સ્વિમિંગ પૂલ તરફ જવાના માર્ગે છેલ્લા બે દિવસથી લાઈનમાં ભંગાણ પડ્યું છે. કોઈ રીપેરીંગની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લિટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે.
એક તરફ ઉનાળાની ઋતુને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાણીની તાથી જરૂરિયાત ઊભી થશે તેવામાં ઠેર ઠેર પીવાના પાણીની લાઈનોમાં ભંગાર પડવાના બનાવ સામે આવી રહ્યા છે. જેના કારણે હજારો લિટર ચોખ્ખા પીવાના પાણી પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. તેવામાં છેલ્લા બે દિવસથી પ્રતાપનગર પોલીસ હેડ કવોટર્સથી લાલબાગ સ્વિમિંગ પૂલ તરફ જવાના માર્ગે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યા બાદ રીપેરીંગની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
આ માર્ગ ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. ત્યારે રોડ ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા નજરે નહીં પડતા અકસ્માત થવાની પણ વાહન ચાલકોમાં ભીતિ સેવાઈ રહી છે.