બોલો, પોલીસને ખબર જ ના પડી કે જાહેર માર્ગ પર બાઈક સળગી ગઈ..!

સુસેન સર્કલ નજીક આખી બાઈક સળગી ગઈ.....

MailVadodara.com - Say-the-police-did-not-know-that-the-bike-was-burnt-on-the-public-road

- વીડિયો વાયરલ થયો પરંતુ પોલીસ માનવા તૈયાર ન હતી

- પોલીસ શોધે એ પહેલા 'મેઈલ વડોદરા' એ બનાવનું સ્થળ શોધી કાઢ્યું..

વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે બાઈક સળગવાના વાયરલ વીડિયો અંગે પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. જો કે વાયરલ વીડિયોમાં જે સ્થળે બાઈક સળગી હતી એ સ્થળ કહેવાતી જાબાઝ પોલીસને ના મળ્યું એ સ્થળ અમે શોધી કાઢ્યું હતું.


       વડોદરા શહેરમાં એક અઠવાડિયા અગાઉ મોડી રાત્રે એક બાઈક જેવું વાહન સળગતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ બનાવ મકરપુરા રોડ પર બન્યો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં એક બાઈક ભડ ભડ સળગતું જોવા મળે છે. વાયરલ વીડિયોની સત્યતા તપાસવાનો પ્રયાસ કરતા અમારી ટીમ મકરપુરા રોડ પર પહોંચી હતી અને અમે બનાવનું સ્થળ શોધી કાઢ્યું હતું. આ બનાવ સુસેન સર્કલ થી માણેજા તરફ જવાનાં રોડ પર બન્યો હતો જ્યાં એક વાહન સળગી ગયા ના પુરાવા મળ્યા હતા. અમે વાયરલ વીડિયો અને સ્થળ સ્થિતિની સરખામણી કરી હતી જેમાં આ બનાવ સ્થળે બન્યું હોવાનું જણાઈ રહ્યું હતું.

       અહીં મહત્વનું એ છે કે આ બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે આ વિસ્તાર મકરપુરા અને માંજલપુર એમ બે પોલીસ મથકની બોર્ડર પર આવેલો છે. જો કે બંને માંથી એકપણ પોલીસ મથકમાં આ બનાવની નોંધ નથી. અહીં સવાલ એ છે કે જાહેર માર્ગ પર વાહન સળગે એની નોંધ પોલીસે કેમ ના લીધી ? આ વાહન જાતે સળગ્યું કે કોઈએ આગ ચાપી ?  આ વાહન કોનું છે ?  ન કરે નારાયણ અને જાહેર માર્ગ પર વાહન સળગવાને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર ? જો અમે સામાન્ય નાગરિક તરીકે વાયરલ વીડિયોનું સ્થળ શોધી કાઢ્યું તો પોલીસ  આ સ્થળ કેમ ના શોધી શકી ? સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે આ તમામ સવાલો પોલીસના મગજમાં કેમ ના આવ્યા ? ખેર, આવા   સવાલો પોલીસની કાર્યક્ષમતા પર અનેક સવાલો ઉભા કરે છે.

Share :

Leave a Comments