SSGના તબીબોએ જંબુસરની યુવતીના જઠર પાસેથી ટાંકણી કાઢી મોટી સર્જરીમાંથી બચાવી

જંબુસરની 18 વર્ષીય યુવતી ટાંકણી ગળી જતા પેટમાં જઠર પાસે ફસાઈ ગઇ હતી

MailVadodara.com - SSG-doctors-saved-a-Jambusar-girl-from-major-surgery-by-removing-stitches-from-her-stomach

- સયાજી હોસ્પિટલના બીબોની અથાગ મહેનત અને ટીમ વર્કથી ટાંકણી બહાર કાઢી સફર સર્જરી કરવામાં આવી, 15 દિવસ બાદ દૂરબીનથી જટિલ સર્જરી કરાઇ

વડોદરાની સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં જંબુસરની 18 વર્ષીય યુવતી ટાંકણી ગળી જતા પેટના ભાગે ફસાઈ હતી. ત્યારબાદ આ યુવતીની સારવાર જંબુસર ખાતે કરવામાં આવી હતી. જો કે, તેની વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોની અથાગ મહેનત અને ટીમ વર્કથી ટાંકણી બહાર કાઢી સફર સર્જરી કરવામાં આવી હતી.

વડોદરાની સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં જંબુસરની 18 વર્ષિય યુવતી મોઢામાંથી ટાંકણી ગળી જતા વધુ સારવાર અર્થે તાત્કાલીક વિભાગમાં સારવાર અર્થ ખસેડવામા આવી હતી. આ યુવતીના પેટના જઠરના ભાગમાં ટાંકણી હોવાનુ જણાવા મળ્યું હતું. સયાજી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા આ સફળ સર્જરી કરવામાં આવી હતી.


આ અંગે સર્જરી વિભાગનાં હેડ ડી કે શાહે જણાવ્યું હતું કે, 18 વર્ષિય યુવતી ટાંકણી ગળી ગઇ હતી. જે તપાસ બાદ તેને દૂરબીન દ્રારા સર્જરી કરી બહાર કાઢવામાં આવી હતી. આ 15 દિવસ અગાઉ બનાવ બન્યો હતો અને જંબુસરમાં સારવાર કરવી હતી, છતા કોઇ ફર્ક ન પડતા આખરે અહીંયાં સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી કરતા અહીંના તબીબો માટે અડધો કલાક લાગ્યો હતો.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર પૂર્વે અગાઉ સારવાર લેવાં છતા કોઇ ફર્ક ન પડતા આખરે અહીંયાં અમારી ટીમે તપાસ કરી દૂરબીન દ્વારા જ સફળ સર્જરી કરી હતી. આ લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે કે વાત કરતા કરાતા ટાંકણી મોઢામાં ગળી જાય છે અને આખરે સર્જરી કરવાનો વારો આવે છે. આ સર્જરી બાદ આ યુવતીને રજા આપવામાં આવી છે.

Share :

Leave a Comments