ગોરવા વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાંથી ગાંજાનું વેચાણ કરતા આરોપીને SOGએ ઝડપી પાડ્યો

સંતોષનગરમાં રહેતા અર્જુન માળી ગાંજાના 1.075 ગ્રામ જથ્થા સાથે ઝડપાયો

MailVadodara.com - SOG-nabs-accused-selling-ganja-from-open-ground-in-Gorwa-area

- પોલીસે આરોપી યોગેશ મરાઠી અને ભયલુ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના ગોરવા સંતોષનગરમાંથી 10,750 રૂપિયાની કિંમતના માદક પદાર્થ ગાંજાના 1.075 ગ્રામ જથ્થા સહિત કુલ 15,850 રૂપિયા મત્તા સાથે વડોદરા શહેર SOG પોલીસે એક શખસની ધરપકડ કરી છે. 


વડોદરા શહેરના ગોરવા સંતોષનગરમાં રહેતો અર્જુન અશોકભાઇ માળી તેના ઘર પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં શીકોતર માતાના મંદિરની બાજુમાં સાંજના સમયે ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે. આવી બાતમી વડોદરા શહેર SOG પોલીસની ટીમને મળી હતી અને જેના આધારે પીઆઈ એસ.ડી.રાતડાએ સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જેમાં આરોપી અર્જુન અશોકભાઇ માળી મળી આવ્યો હતો અને ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયો હતી. આ મામલે અર્જુન માળી સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને આ મામલે વધું તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી અર્જુન માળીની ધરપકડ કરી છે અને યોગેશ મરાઠી અને હરીશ ઉર્ફે ભયલુ ઠાકોરને વોન્ટેડ જાહેર કરીને બંનેની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments