- શહેરની 4 અને જિલ્લાની 8 સહિત 12 મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકોની નોંધણી કરાશે
- મામલતદાર કચેરીઓમાં સાંજના 4થી 6 કલાક દરમિયાન નોંધણી કરાશે
- રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ઘરવેરા પૈકી કોઈપણ બે પુરાવા સાથે લઈને આવવાનું રહેશે
હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ), વડોદરાની કચેરી દ્વારા વડોદરા શહેરની 4 અને જિલ્લાની 8 સહિત 12 મામલતદાર કચેરીઓ ખાતે તા.13, 14 મે, 2025ના રોજ સાંજના 4થી 6 કલાક દરમિયાન સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ઘરવેરા પૈકી કોઈપણ બે પુરાવા સાથે લઈને આવવાનું રહેશે.
સિવિલ ડિફેન્સ સ્વયં સેવકોની નોંધણી માટે લાયકાત 18 વર્ષ ઉપર, નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ તથા ભારતના નાગરિકો હોવા જોઈએ. આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો, પોલીસ મિત્ર, NSS-NCC વોલંટીયર્સ, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, NGO વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે. તદુપરાંત મામલતદાર કચેરી, વડોદરા શહેર (પૂર્વ), વડોદરા શહેર(પશ્ચિમ), વડોદરા શહેર (ઉત્તર), વડોદરા શહેર (દક્ષિણ)માં તા.13 અને 14 મે, 2025ના રોજ સાંજના 4થી 6 કલાક દરમિયાન સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવશે.
આ ઉપરાંત વડોદરા જિલ્લામાં મામલતદાર કચેરી, વડોદરા ગ્રામ્ય, વાઘોડિયા, ડભોઈ, પાદરા, કરજણ, શિનોર, સાવલી અને મામલતદાર કચેરી, ડેસર ખાતે તા.13.05.2025 અને તા.14.05.2025ના રોજ સાંજના 4થી 6 દરિમયાન સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવશે.એમ ડિઝાસ્ટર મામલતદારની યાદીમાં જણાવાયું છે.