- વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવ્યું
હાલમાં તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે વડોદરામાં રમજાન ઇદ, રામનવમી અને મહાવીર જયંતીના તહેવારને લઈ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ડ્રેક હેન્ડકર દ્વારા જી.આર.પી. વડોદરા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા રેલવે પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલા તહેવારો અને આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે સ્ટેશન પર આવેલ વિવિધ પ્લેટફોર્મ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગની મૂળ હેતુ છે કે રેલ્વેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો હેરાફેરી ન થાય સાથે કોઈ અ ઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના પીઆઈ જે.ઝેડ.વસાવા સાથે પોલીસ અધિકારી, કર્મચારીઓએ SOG તેમજ સ્નીફર ડોગ, ડ્રેક-હેન્ડલર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ડ્રેક ડોગ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમ્યાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પેસેન્જરોની અને ભીડ-ભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના જેવી જગ્યાઓએ સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી, આ સાથે જરુરી તકેદારી રાખવામાં આવેલ છે. આ ચેકીંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.