વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે વિદ્યુત પુરવઠો તા.16 થી 21 દરમ્યાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. વીજ રીપેરીંગ વહેલુ પૂરું થઈ જશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી સબ ડિવિઝન તા.17-મે શનિવારે માણેજા ફીડરના આસપાસનો વિસ્તાર. તા.21-મે સોમવારે આશ્રય ફીડરના આસપાસનો વિસ્તાર. એવી જ રીતે વાળી સબ ડિવિઝન ખાતે તા.17-મે શનિવારે સુવરના ભૂમિ ફીડરના આસપાસનો વિસ્તાર. તરસાલી સબ ડિવિઝન ખાતે તા.16-મે શુક્રવારે તરસાલી ગામ ફીડર સહિત બરાનપુરા સબ ડિવિઝન ખાતે તા.20-મે મંગળવારે મંગળવારે અપ્સરા ફીડરના આસપાસનો વિસ્તાર. એવી જ રીતે માંજલપુર શાબ ડિવિઝન ખાતે તા.15-મે ગુરુવારે અંબે ફીડર શહીદ આસપાસનો વિસ્તાર. તથા તા.17-મે શનિવારે શ્રીકુંજ ફીડરના આસપાસનો વિસ્તાર તેમજ લાલબાગ ડિવિઝન ખાતે તા.16-મે શુક્રવારે લાલબાગ ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.20 મે મંગળવારે દંતેશ્વર ફીડરના આસપાસના વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે પુરવઠો બંધ રહેશે અને રીપેરીંગ પૂરું થવાથી કોઈપણ જાતની જાણ કર્યા વિના પુરવઠો શરૂ કરી દેવાશે તેમ કાર્યપાલક દ્વારા જણાવ્યું છે.