- રીપેરીંગ પૂરું થયે કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે
વીજ રીપેરીંગ કરવાનું હોવાથી શહેરના વિવિધ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. રીપેરીંગ પૂરું થયે કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે, તરસાલી સબ ડિવિઝન ખાતે તા.8 મે-ગુરુવારે નિત્યાનંદ ફીડરના આસપાસનો વિસ્તાર, તથા 10 મે, શનિવારે તરસાલી ગામ ફીડરનો આસપાસનો વિસ્તાર. એવી જ રીતે તા.13-મે, મંગળવારે નોવિનો ફીડરના આસપાસનો વિસ્તાર અને તા. 8 મે, ગુરુવારે માણેજા ફીડરના આસપાસનો વિસ્તાર. ઉપરાંત જીઆઇડીસી સબ ડિવિઝન તા.8 મે, ગુરૂવારે માણેજા ફીડરના આસપાસનો વિસ્તાર સહિત પાડી સબ ડિવિઝનમાં તા.9 મે, શુક્રવારે કાન્હા ફીડરના આસપાસનો વિસ્તાર એવી જ રીતે તા.13-મે, મંગળવારે કપુરાઈ ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.15-મે, ગુરુવારે ગણેશ નગર ફીડરના આસપાસનો વિસ્તાર. આ ઉપરાંત લાલબાગ સબ ડિવિઝનમાં તા.8-મે, ગુરુવારે ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.13- મે, મંગળવારે એસઆરપી ફીડરના આસપાસના વિસ્તારમાં સમય સુધી વીજ પુરવઠો રીપેરીંગના કારણસર બંધ રહેશે અને રીપેરીંગ વહેલું પૂરું થઈ જવાથી અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે તેમ લાલબાગ વિભાગ કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.