અલકાપુરીની ફ્લીપકાર્ટ ઓફીસમાંથી ચોરી કરેલા 6 મોબાઇલ ફોન સાથે આરોપીને પોલીસે ઝડપ્યો

સયાજીગંજ પોલીસે આરોપી સંતોષ ચિત્તે પાસેથી 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

MailVadodara.com - Police-nabbed-the-accused-with-6-mobile-phones-stolen-from-Flipkart-office-in-Alkapuri

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી ફ્લીપકાર્ટની ઓફીસમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 6 મોબાઈલ મળી રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અલકાપુરી ખાતે આવેલી ફ્લીપકાર્ટ કંપનીની પાર્સલ ઓફીસમાંથી અલગ અલગ કંપનીના આઠ મોબાઇલ ફોનની ઓફીસમાં કામ કરતા કોઇ માણસે ચોરી કરી લઇ ગયેલ હતો. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય દરમ્યાન સ્ટાફના માણસોએ પોતાના હ્યુમન ઇન્ટેલીજંસ તથા ટેકનીકલ સોર્સના આધારે મોબાઇલની ચોરી કરનાર સંતોષ જ્ઞાનેશ્વર ચિત્તે ( રહે-મ.નં-311, ભરતનગર, ચિત્રકુટ સોસાયટીની સામે, બાપુની દરગાહ પાસે, ગોરવા વડોદરા શહેર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે સધન પુછપરછ કરતા સદર તેને ગુનાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી 6 મોબાઈલ રૂ.80 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments