- પોલીસે દારૂનો સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના એક મકાનમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડયો છે.
ખોડિયારનગર પાસે શક્તિનગરના એક મકાનમાં દારૂનો મોટો જથ્થો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેરની ટીમે દરોડો પાડયો હતો. પોલીસને જોઇ ભાગેલા રવિ શંકરભાઇ વસાવા (શક્તિનગર)ને પોલીસે ઝડપી પાડી રૂપિયા ૨૪ હજારની કિંમતની દારૂની ૧૮૩ નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે દારૂનો સપ્લાય કરનાર સની ઉર્ફે બાબલો અજીતભાઇ રાજમલ (રહે.શક્તિ નગર, ખોડિયારનગર)ને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સની સામે અગાઉ દારૂ, મારામારી જેવા ૯ ગુના નોંધાયેલા હતા.