વડોદરાની યુવતીનો પીછો કરી બીભત્સ માંગણી કરનાર સુરતના શખસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

વડોદરાની 30 વર્ષથી યુવતીએ અટલાદરા પોલીસમાં સુરતના રોમિયો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Police-complaint-filed-against-Surat-man-who-chased-Vadodara-girl-and-made-nasty-demands

- આરોપી યુવતીને વારંવાર ફોન પર મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો

- આરોપીએ યુવતીનો પીછો કરી બીભસ્ત માંગણી કરવા સાથે શારીરિક છેડતીનો પ્રયાસ કર્યો હતો

ડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતીને સુરતનો શખસ વારંવાર ફોન પર મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો. આ ઉપરાંત બહાર નીકળે તો યુવતીનો આ યુવક પીછો કરીને બીભસ્ત માંગણી કરવા સાથે શારીરિક છેડતીનો પ્રયાસ કર્યો હતો અને યુવતીના ભાઈ સાથે ગાળાગાળી કરીને ધમકી આપી હતી. જેથી, યુવતીએ આ રોમિયો વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતી 30 વર્ષથી યુવતીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત માર્ચ મહિનામાં મારા પપ્પા તથા ભાઈ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ વાત કરતા જણાવ્યું હતું કે, હું વિપુલ ભાનુશાલી પત્રકાર NBT ન્યુઝ વડોદરામાંથી બોલુ છું. તમારી દીકરી પરણેલી છે કે, કુંવારી છે, અહીં વડોદરા તમારા ઘરે કોઇ છોકરાને લાવે છે. હું બેચલરોનું ધ્યાન રાખુ છું. આવી દીકરીને એકલી ના રખાય એમ કહ્યુ હતું અને મારા પપ્પાએ ફોન કાપી નાખ્યો હતો.

બે-ત્રણ દિવસ પછી મારા પપ્પાના ફોન પર મેસેજ કર્યો હતો અને ત્યારે મારા પપ્પાએ કોઇ રીપ્લાય આપ્યો નહોતો. 6 મેના રોજ મારા ફોન પર અજાણ્યા મોબાઇલમાંથી ફોન આવ્યો હતો. જોકે મેં ફોન ઉઠાવ્યો નહોતો અને ફરી પાછો ફોન આવતા મેં ફોન ઉઠાવ્યો હતો અને મે તેને પુછ્યુ હતું કે, તમે કોણ બોલો છો, ત્યારે તેણે કહ્યું હતું કે હું મિતુલ ગઢવી બોલુ છુ. હું તમારો ફેન છુ અને શું યોગા શીખવું છુ મારી ઇન્સ્ટીટ્યુટ છે. મારે તમને મળવુ છે. તમારા ઘરની નીચે GJ-13-CB-0011 નંબરની ગાડી તમારી છે. જેની મને ખબર છે હું ત્યા અવારનવાર આવુ છું અને તમને મળવાની રાહ જોઉં છું તમે મને મળો તેમ જણાવ્યુ હતું.

આ બાબતની જાણ મે ઘરે મારા ભાઈ તથા મારા પિતાને કરી હતી. યુવક મારો પીછો કરતો હોવાથી મને મારા ભાઈ અને મારા પિતાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન જઈને અરજી આપી દે. જેથી મે ગત 9 મેના રોજ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી અને અમારી વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી, ત્યારે તે મને મળવા માટે કહેતો હતો પણ મેં તેને વધુ જવાબ આપ્યો ન હતો પરંતુ, 14 મેના રોજ મેં તેને કહ્યું હતું કે, આપણે મળીએ મારે યોગા વિશે વાત કરવી છે ત્યારે તેણે જણાવ્યું હતું કે, હું અમરેલી છું તમે અમરેલી આવી જાવ. જેથી મેં કહ્યું હતું કે, હું નહી આવુ અને અવારનવાર તેના મેસેજ આવતા હતા.

ત્યારબાદ 22 મેના રોજ સવારના તેના ઘણા બધા ફોન મેસેજ આવતા તેને સામેથી કહ્યું હતું કે, કેમ તે વારંવાર ફોન કર્યા હતા. ત્યારે તેણે મને કહ્યું હતું કે, હું બરોડા મારા પપ્પા જોડે આવ્યો છું. જેથી આ મિતુલ ગઢવી કોણ છે અને મને કેમ વારંવાર ફોન છે અને મેસેજ કરીને હેરાન-પરેશાન કરે છે, તે જાણવા માટે મે તેને કહ્યું હતું કે, ક્યારે મળીએ? ત્યારે તેણે જણાવ્યું હતું કે, કાલે. જેથી મે હા પાડી હતી અને તેણે મને અમદાવાદ આવ, તેમ કહેતા મે ના પાડી હતી. ત્યારે તેણે વાઘોડીયા આવવા જણાવ્યું હતું અને આ બાબતની જાણ મે ભાઈ તથા ભાઈના મિત્રોને કરી હતી.

તેને મળવા માટે હું આશરે 1 વાગ્યાની અરસામાં કેફે ડી રીયો ખાતે ગઈ હતી. જ્યાં મે તેની સાથે વાતચીત કરી હતી, ત્યારે તેણે મારી પાસે બિભત્સ માંગણી કરી અને શારીરીક અડપલા કરવા જતા મે તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન મે મારા ભાઈઓ જગદીશભાઈ અને કાનભાઈ આવતા ત્યાંથી ભાગવા જતો હતો, તે દરમ્યાન મારા ભાઈઓએ તેને પકડી લીધો હતો અને તે મારી તથા મારા ભાઈઓ સાથે ઝપાઝપી કરી ધાક-ધમકી આપવા લાગ્યો હતો અને તું એકલી નીકળ, હું તને હું જોઈ તેવી ધમકી આપી હતી. અટલાદરા પોલીસે આ રોમિયો દેવ ચરણ ઉર્ફે મિતુલ ગઢવી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments