- પોલીસે પૂછપરછ કરતાં યુવકે કહ્યું, છરો કાયમ માટે મારી પાસે રાખું છું
વડોદરાના સ્ટેશન પાસે બસ સ્ટેન્ડમાંથી પોલીસે એક યુવકને ધારદાર સાથે ઝડપી પાડ્યો હતો. સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સામેના સીટી બસ સ્ટેન્ડમાં એક શકમંદ યુવકને પોલીસે તપાસતા તેના કમરના ભાગેથી 12 ઇંચનો છરો મળી આવ્યો હતો. જેનો અણીદાર ભાગ સાત ઇંચ હતો.
પોલીસની તપાસમાં પકડાયેલા યુવકનું નામ સલમાન મુસ્તાકભાઈ દિવાન (રહે. રેલવે સ્ટેશન સામે, સયાજીગંજ) હોવાનું ખુલ્યું હતું. આ છરો ક્યાંથી લાવ્યો અને શા માટે રાખતો હતો તેની પૂછપરછ કરતાં યુવક કહ્યું હતું કે, હું આ છરો કાયમ માટે મારી પાસે રાખું છું. જેથી પોલીસે જાહેરનામાના ભંગ બદલ તેની ધરપકડ કરી હતી.