- પોલીસે કિંમત રૂપિયા ૫૩,૩૫૦ની દારૂની ૨૪૧ બોટલ કબજે કરી આજવા રોડ સ્થિત કમલા નગર તળાવ પાસે રહેતી મહિલાને વોન્ટેડ જાહેર કરી
સયાજીપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દારૂની ૨૪૧ બોટલ કબજે કરી છે.
સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વુડાના મકાનમાં રહેતો અજય ભરતભાઇ ઉધરેજીયા પોતાના ઘરના બાજુના બ્લોકમાં રહેતી દાદીના ઘરે વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબીના પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરી હતી. પોલીસે અજયને ઝડપી પાડયો હતો. તેના મકાનમાં તેમજ અવાવરૂ જગ્યાએ ખાડો ખોદીને બેરલ ઉતારી તેમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે દારૂની ૨૪૧ બોટલ કિંમત રૂપિયા ૫૩,૩૫૦ ની કબજે કરી હતી. જ્યારે મીનાબેન જીતેશભાઇ ગોદડીયા (રહે. કમલા નગર તળાવ પાસે, આજવા રોડ) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.