- અત્યાર સુધીમાં વિશ્વામિત્રી નદી પટ અને તળાવોમાંથી 590 મેટ્રીક ટન પ્લાસ્ટીક વેસ્ટ બહાર કઢાયો, પાલિકાની જગ્યામાં યુનિટ ઉભું કરી ખાનગી કંપની કમાણી!
હેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગતવર્ષે આવેલા વિનાશક પૂર જેવી સ્થિતિ પૂન ન સર્જાય તે માટે સરકાર અને મહાનગર પાલિકા દ્વારા વિશ્વામિત્રી અને આજવા-પ્રતાપપુરા સરોવર ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન નીકળી રહેલા પ્લાસ્ટીક વેસ્ટમાંથી ખાનગી કંપની પાલિકાની જગ્યામાં યુનિટ ઉભું કરી કમાણી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ 100 દિવસમાં પૂરી કરવાનો લક્ષ્યાંક હોવાને કારણે પાલિકા દ્વારા દિવસે દિવસે મશીનરીની સંખ્યા વધારવામા આવી રહી છે. અત્યાર સુધીમાં વિશ્વામિત્રી નદી પટ અને તળાવોમાંથી 590 મેટ્રીક ટન પ્લાસ્ટીક વેસ્ટ બહાર કાઢવામાં આવ્યો છે. આ વેસ્ટ પ્લાસ્ટીક રિ-પ્રોસેસ કરીને તેમાંથી પ્લાસ્ટીકના દાણા અને વેસ્ટમાંથી રોડ બનાવવાનું મટિરિયલ તૈયાર કરવાનું આયોજન છે.
સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી કશ્યપ શાહે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન નીકળતા પ્લાસ્ટીક વેસ્ટને આટલાદરા યુનિટ ખાતે લઇ જવામાં આવે છે. જ્યાં તેનો પ્રોસેસ કરીને તેમાંથી પ્લાસ્ટીકના દાણા અને રોડ બનાવવાનું મટિરિયલ તૈયાર કરવાનું આયોજન છે. જોકે, આ કામગીરી GPCBની ગાઇડ લાઇન મુજબ કરવાની છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં વડોદરા કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ઇકો વિઝન કંપનીને અટલાદરા ખાતે જમીન આપવામાં આવી છે. આ કંપની શહેરમાંથી નીકળતા કચરામાંથી પ્લાસ્ટીક અલગ કરી રિપ્રોસેસ કરે છે. આ કંપની વેસ્ટ પ્લાસ્ટીકમાંથી દાણા બનાવે છે.
હાલ વિશ્વામિત્રી નદીમાંથી પ્લાસ્ટીક વેસ્ટ આ કંપની લઇ જાય છે. અત્યાર સુધીમાં 590 ટન પ્લાસ્ટીક વેસ્ટ નીકળ્યો છે. ઇકો વિઝન કંપની રિપ્રોસ કરી તેમાંથી દાણા બનાવી રહી છે અને રોડ બનાવવામાં ઉપયોગી બને તે માટે GPCBની ગાઇડ લાઇન મુજબ મટીરીયલ તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી જમીનમાં કંપની ઉભી કરી આ કંપની પ્લાસ્ટીક વેસ્ટમાંથી વર્ષ 2022 થી કમાણી કરી રહ્યું છે. PPP ધોરણે થતી કામગીરીમાં પાલિકાને એકપણ રૂપિયાનો ફાયદો થયો નથી.