- કામગીરી બાદ તારીખ 18.12.2024ને બુધવારના રોજ કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનું વિતરણ વિલંબથી અને હળવા દબાણથી કરવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની વિવિધ લાઈનોની કામગીરીના કારણે અવારનવાર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ અંગેની નોટિફિકેશન બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક નોટિફિકેશન સામે આવી છે, જેમાં શહેરના પરિવાર ચાર રસ્તા પાસે પાણીની નળીકાની જોડાણ અંગેની કામગીરી હાથ ધરવાની હોવાથી તે વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં સાંજના સમયે પાણીકાપ રહેશે.
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશનમાં શહેરના પરિવાર ચાર રસ્તા પાસે હયાત 600 મીમી વ્યાસની પાણીની નળીકાને નવીન પાણીની નળીકા સાથે જોડાણ કરવાની કામગીરી તા. 17.12.2024ને મંગળવારના રોજ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કામગીરીના કારણે કેટલાંક વિસ્તારોમાં પાણી કાપની સમસ્યા ઊભી થશે.
આ કામગીરીના કારણે શહેરની નાલંદા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં સાંજના 4થી 5 વાગ્યાના ઝોનમાં સમાવિષ્ટ સમર્પણ સોસાયટી, ઉકાચીનું વાડીયુ, ગાયત્રી નગર તથા હરીયાલી હોટલની પાછળનો વિસ્તાર તેમજ સાંજના 5.30થી 6.30 વાગ્યાના ઝોનમાં સમાવિષ્ટ વાઘોડીયા રોડ ઉમા ચાર રસ્તાથી કલાદર્શન થઇ ડી-માર્ટ તરફનો પૂર્વ વિસ્તારમાં તા.17.12.2024ના રોજ મંગળવારના સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં.
આ કામગીરી બાદ તારીખ 18.12.2024ને બુધવારના રોજ કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનું વિતરણ વિલંબથી અને હળવા દબાણથી કરવામાં આવશે. આ બાબતની જાહેરજનતા નોંધ લે અને આ કામગીરીના યોગ્ય સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.