પાક્કા અને મજબૂત પેવર બ્લોક નવલખી કમ્પાઉન્ડમાં ઢગલો કર્યો

શિયાબાગમાંથી કાઢી..

MailVadodara.com - Paved-and-strong-paver-block-piled-in-Navlakhi-compound

- રૂ.૧૯.૭૭ લાખના ખર્ચે બની રહેલા બિન જરૂરી ફૂટપાથનું કામ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ  બંધ કરાવ્યું છે 

- પ્રજાના નાણાં ફૂકી મારવાના આંધળુંકિયાની તપાસ કેમ થતી નથી..?

- પારદર્શક શાસનનો દાવો કરતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી તપાસ કરાવશે કે પછી આંધળુંકિયાનો સાથ આપશે ?


વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં સારા અને મજબૂત પેવર બ્લોક કાઢીને નવા ફૂટપાથ બનાવવાના કારસા નો પર્દાફાશ મીડિયાએ કર્યો હતો. રૂપિયા ૧૯.૭૭ લાખના બિનજરૂરી ફૂકી મારવાના કથિત કૌભાંડમાં સારા અને મજબૂત પેવર બ્લોક નવલખી મેદાનમાં ઢગલો કરવામાં આવી રહ્યા છે. 

      વડોદરા મહાનગર પાલિકામાં આયોજનના અભાવે પ્રજાના પરસેવાની કમાણી થી ભરાતા ટેક્ષના કરોડો રૂપિયાના ફૂકી મારવામાં આવે છે. તાજેતરમાં શિયાબાગ વિસ્તારમાં મજબૂત અને પાક્કા ફૂટપાથ તોડી નવા ફૂટપાથ બનાવવામાં આવી રહ્યા હોવાના ગોટાળાનો પર્દાફાશ મીડિયાએ કર્યો હતો. રૂપિયા ૧૯ લાખ ૭૭ હજારના બિન જરૂરી આંધણ અંગે મીડિયાના અહેવાલની  મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ગંભીર નોંધ લેતા આ કામ તાત્કાલિક બંધ કરવાનો આદેશ કર્યો હતો. આ દરમ્યાન નવા ફૂટપાથ બનાવવા માટે સારા અને મજબૂત પેવર બ્લોક ક્યાં લઈ જવામાં આવે છે એ જાણવું જરૂરી હતું. મીડિયાની ટીમે એ જગ્યા શોધી કાઢી છે.  શિયાબાગના અકબંધ ફૂટપાથ તોડી કાઢેલા સારા અને મજબત પેવર બ્લોક રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલા કૃત્રિમ તળાવ પાસે ઢગલો કરવામાં આવી રહ્યા છે. અહી મહત્વનું એ છે કે ઢગલો કરવામાં આવેલા મજબૂત પેવર બ્લોક મીડિયાના અહેવાલને સમર્થન આપી રહ્યા છે. આ  પેવર બ્લોક ચાડી ખાય છે. 


      મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર એક ઝાટકે આ કામ બંધ કરાવ્યું એ સરાયનીય છે. જો કે અહી સવાલ એ છે આ આંધળુંકિયું કેવી રીતે થયું એ તપાસ ના થવી જોઈએ ? કોશથી  મજબૂત પેવર બ્લોક કાઢી રહેલો શ્રમજીવી પણ માની રહ્યો છે કે આ પેવર બ્લોક આખા અને મજબૂત છે.

    અહી સવાલ એ છે કે એક શ્રમજીવી જે ખબર પડે છે એ અધિકારીઓને કેમ ખબર નથી પડતી ? ખેર, મ્યુનિસિપલ કમિશનરે હાલમાં તો કામ બંધ કરાવી દીધું છે , પરંતુ પ્રજાના પરસેવાની કમાણી વેડફાઈ રહી છે એની તપાસ થશે ? પારદર્શક વહીવટનો દાવો કરતા સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વ્યવસાયે ડોક્ટર એવા શીતલ મિસ્ત્રી આ આંધળુંકિયાની તપાસ કરાવશે ? એવું તો નહિ થાય ને કે હંગામી ધોરણે કામ બંધ કરાવી લોકો ભૂલી જાય એટલે થોડા દિવસ બાદ ફરી એકવાર કામ શરૂ કરવામાં આવશે ?

Share :

Leave a Comments