- બંને ફ્લાઇટમાં આઉટ ગોઈંગ મુસાફરીમાં 220 જેટલા પેસેન્જર અટવાયા હતા
વડોદરા એરપોર્ટ પર આવનાર દિલ્હીની બે ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાયા હતા. આ સાથે અન્ય કેટલીક ફ્લાઇટ ખરાબ હવામાન અને ટેકનિકલ કારણોસર લેટ જોવા મળી હતી. વડોદરા એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઇન્સ અને એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ પર આવનાર તમામ ફ્લાઇટ પરત મુસાફર લઈ જતી હોય છે. ત્યારે આજે કેટલાક ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે લેટ પડી છે તો બે દિલ્હીની ફ્લાઇટ રદ થતા વડોદરાથી દિલ્હી જનાર મુસાફરો અટવાયા આવ્યા હતા. દિલ્હીથી વડોદરા આવનારા ઈન્ડિગો એરલાઇન્સની 6E 5014/657 ફ્લાઇટ અને એર ઇન્ડિયાની AI 819/ 820 ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવતા વડોદરાથી દિલ્હી જનાર મુસાફરો અટવાયા હતા.
આ સાથે આ બંને ફ્લાઇટમાં આઉટ ગોઈંગ મુસાફરીની વાત કરવામાં આવે તો ફ્લાઇટ નંબર AI 820માં 179 પેસેન્જર અને 6E 657 માં 220 પેસેન્જર અટવાયા હતા. આ સાથે વડોદરા આવનાર ઈન્ડિગો એરલાઇન્સની બેંગલોરની ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે લેટ પડી હતી. આ સાથે વડોદરા એરપોર્ટ પર વધારાના ઇંધણની જરૂરિયાતને લઈ કેટલીક ફ્લાઇટ 20 મિનિટ આસપાસ લેટ ચાલતી હતી.